Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

હળવદ તાલુકાની આશા બહેનો દ્વારા વેતન વધારાની માંગણી

હળવદ તા.૨૦ : હળવદ તાલુકાની આશા બહેનોએ પગાર વધારો આપવાની માંગ સાથે આજે જીલ્લા કલેકટર મારફત રાજયના આરોગ્ય મંત્રીને આવેદન પાઠવ્યું હતું.

 હળવદ તાલુકાની આશા બહેનોએ આરોગ્ય મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદના તમામ આશા બહેનો ૨૦૦૮ થી હળવદ તાલુકાના તમામ પીએચસીના મથક, ટીકર, મયુરનગર, જુના દેવળિયા, સાપકડા, રમણલપુર ખાતે વર્ષોથી આરોગ્ય ખાતામાં આશા તરીકે કાર્ય કરે છે છતાં રૂ ૨૦૦૦ પગાર છે આશા બહેનોને વિતરણ પૂરું મળતું નથી જેથી કાયમી કરવામાં આવે અને વેતન વધારો આપવામાં આવે તેવી માંગ રાજયના આરોગ્ય મંત્રી સમક્ષ કરવામાં આવી છે અને જો પગલા લેવામાં નહિ આવે તો તમામ આશા બહેનો હડતાલ કરવા તેમજ પગપાળા ચાલીને ગાંધીનગર આવી વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

(11:23 am IST)