Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જુનાગઢ કોર્પોરેશનની કાલે ચૂંટણીઃ૧૮૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત

ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી એસઆરપી ટીમ દ્વારા બંદોબસ્ત

તસ્વીરમાં પોલીસ અધિકારીઓ તથા તેની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

જુનાગઢ, તા.૨૦: કાલે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર હોઈ, ર્ંજૂનાગઢ રેંજના આઈજીપી  સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંર્દ્યં દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આગોતરું આયોજન કરી, પોલીસને સતર્ક કરી, ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, નાઈટ રાઉન્ડ, પ્રોહી જુગારના બુટલેગરોના ચેકીંગ, વિગેરે છેલ્લા ૧૫ દિવસ જેટલા સમયથી સતત કાર્યવાહી કરવામાં આવેલ છે, જે હાલમાં પણ ચાલુ જ રાખવામાં આવેલ છે. વધુમાં, રવિવારના દિવસે યોજાનાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા માટે પણ ર્ંજૂનાગઢ રેંજના આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંર્દ્યં દ્વારા જડબેસલાક બંદોબસ્તનું આયોજન કરી, કોઈ ગરબડી ના થાય અને અનિચ્છનીય બનાવ ના બને તે સારું જિલ્લાની તેમજ બહારના જિલ્લાની પોલીસને બોલાવી, ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને લઇ,ર્ંકુલ ૦૮ ડીવાયએસપી, જેમાં બે આઇપીએસ કક્ષાના અધિકારીઓ, ૧૦ પોલીસ ઇન્સ્પેકટર, ૬૫ જેટલા પીએસઆઇ, ૧૦૦૦ જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ/જીઆરડી, ઉપરાંત એસઆરપી ની કુલ પાંચ (૫) કંપનીઓ ૪૦૦ જવાનો સહિતનો કુલ આશરે ૧૫૦૦ માણસોનો બંદોબસ્ત તૈનાર્તં કરવામાં આવેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમીયાન ર્ંદરેક મતદાન મથક તથા બુથ ઉપર પૂરતા પ્રમાણમાં પોલીસ હોમગાર્ડ તથા મહિલા પોલીસ તૈનાત કરી, બુથની બહાર પણ હથિયાર ધારી પોલીસનો પૂરતો બંદોબર્સ્તં ગોઠવવામાં આવેલ છે. બુથની બહારના વિસ્તારમાં આ ઉપરાંતઙ્ગ ર્ંશહેર વિસ્તારમાં સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં આશરે ૪૫ જેટલા પોઇન્ટ નક્કી કરી, રાઉન્ડ  કલોક પોઇન્ટ ઉપર હથિયાર ધારી પોલીસઙ્ગ તથા એસ.આર.પી. ગઈકાલ સાંજથી જ તૈનાત કરવામાં આવેલ છે તેમજ આ પોઇન્ટ ઉપર સુપરવિઝન માટેઙ્ગ એક પીએસઆઇ તથા ત્રણ માણસો સહિતની કુલ ૧૪ ટીમો દિવસ રાત ફરજ બજાવવા માટે બંદોબસ્તમાંર્ં લાવવામાં આવેલ છે. તેમ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.

કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને લઇ કુલ ૦૮ ડીવાયએસપી, જેમાં બે આઇપીએસ કક્ષાના અધિકારીઓ, ૧૦ પોલીસ ઇન્સ્પેકટર, ૬૫ જેટલા પીએસઆઇ, ૧૦૦૦ જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ/જીઆરડી, ઉપરાંત એસઆરપી ની કુલ પાંચ (૫) કંપનીઓ ૪૦૦ જવાનો સહિતનો કુલ આશરે ૧૫૦૦ માણસોનો બંદોબસ્ત તૈનાર્તં કરવામાં આવેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમીયા દરેક મતદાન મથક તથા બુથ ઉપર પૂરતા પ્રમાણમાં પોલીસ હોમગાર્ડ તથા મહિલા પોલીસ તૈનાત કરી, બુથની બહાર પણ હથિયાર ધારી પોલીસનો પૂરતો બંદોબર્સ્તં ગોઠવવામાં આવેલ છે. બુથની બહારના વિસ્તારમાં આ ઉપરાંતઙ્ગ ર્ંશહેર વિસ્તારમાં સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં આશરે ૪૫ જેટલા પોઇન્ટ નક્કી કરી, રાઉન્ડ ધી કલોક પોઇન્ટ ઉપર હથિયાર ધારી પોલીસઙ્ગ તથા એસ.આર.પી. ગઈકાલ સાંજથી જ તૈનાત કરવામાં આવેલ છે તેમજ આ પોઇન્ટ ઉપર સુપરવિઝન માટેઙ્ગ એક પીએસઆઇ તથા ત્રણ માણસો સહિતની કુલ ૧૪ ટીમો દિવસ રાત ફરજ બજાવવા માટે બંદોબસ્તમાંર્ં લાવવામાં આવેલ છે.આ ઉપરાંત ર્ંગુજરાતના પોલીસ વડા ડીજીપી શ્રી શિવાનંદ  તરફથી પણ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અનુસંધાને ડીવાયએસપી ૦૧, પો.ઈન્સ. ૦૮, પીએસઆઈ ૪૦, પોલીસ જવાનો ૨૫૦, સહિતના કુલ સ્ટાફ ૩૦૦ જેટલા વધારે માણસોની ફાળવણી કરવામાં આવતા હાલમાં કુલ કુલ ૦૯ ડીવાયએસપી, જેમાં બે આઇપીએસ કક્ષાના અધિકારીઓ, ૧૮ પોલીસ ઇન્સ્પેકટર, ૧૦૫ જેટલા પીએસઆઇ, ૧૩૦૦ જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ/જીઆરડી, ઉપરાંત એસઆરપી ની કુલ પાંચ (૫) કંપનીઓ ૪૦૦ જવાનો સહિતનો કુલ આશરે ૧૮૦૦ માણસોનો બંદોબસ્ત તૈનાર્તં કરવામાં આવેલ છે. ડીવાએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.

(11:20 am IST)