Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સુરેન્દ્રનગરના આનંદનગરના રહેવાસીઓએ પ્રાથમિક સુવિધા માટે નગરપાલીકાએ પહોંચ્યા

પાણી, રોડ, ભુગર્ભગટર જેવા પ્રશ્નને વર્ષોથી રહેવાસીઓ પીડા ભોગવે છે, છતાં તંત્ર ધ્યાન દેતું નથી

વઢવાણ, તા.૨૦: સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ  નગરપાલિકાના કામોથી જિલ્લાની પ્રજા ખૂબ અસંતુષ્ટ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આ સપ્તાહે રજુઆતમાં જિલ્લાની મહિલાઓએ રેકોડ બ્રેક કર્યો છે. આ ચાલુ સપ્તાહમાં પાણી અને ભૂગર્ભ ગટર અને પ્રાથમીક સુવિધા મહિલાઓ દ્વારા નગરપાલીકા પ્રમુખનો ઘેરાવ પણ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં અનેક પ્રાથમીક સુવિધાના અભાવના કારણે લોકોને નગરપાલીકા ખાતે ઘસી આવવું પડી રહ્યું છે ત્યારે સતત ધીમું કામ અને કામ કર્યા બાદ પણ પાણીની સમસ્યા ભૂગર્ભ ગટરને રોડ રસ્તાના અભાવના કારણે જિલ્લાના લોકો ખૂબ પરેશાન બન્યા છે.

ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લા ની છેવાડે આવેલ સોસાયટી આનંદનગરની મહિલાઓ દ્વારા નગરપાલીકાના સિવિલ એન્જીનીયર હેરમાંને પ્રાથમીક સુવિધાના અભાવ મામલે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે આ મહિલાઓ પર સિવિલ એન્જીનીયર હેરમાં ગરમ થઇ ગયા હતા. તેમ સ્થાનિક મહિલાઓએ જણાવેલ.

વધુમાં સિવિલ એન્જીનીયર હેરમાંએ આ રજુઆતમાં આવેલ લોકોને કહ્યું કે આગળના પાંચ વર્ષ માં કોઈ પણ જાતના વિકાસના કામો થયા નથી. જે થયા તે છેલ્લા ત્રણ વર્ષમાં થયા છે. ત્યારે આવો જવાબ આનંદનગરની મહિલાઓ ને મળતા રોસ ફેલાયો હતો.

(9:57 am IST)