Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જાફરાબાદમાંથી મહેન્દ્ર બોલેરોમાં ચોરખાનામાં છુપાવેલો ૮૬ હજારનો દારૂ ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૯: જાફરાબાદમાંથી મહેન્દ્ર બોલેરો જીપના ચોરખાનામાં છુપાયેલો ૮૬ હજારના દારૂનાં જથ્થાને અમરેલી પોલીસે ઝડપી લીધો હતો.

આ અંગે સતાવાર જાહેર થયેલ મૂજબ અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે તા.૧૭/૦૭/૨૦૧૯ ના રાત્રિના અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.કે.વાઘેલાનાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, પ્રકાશ ઉર્ફે રાધે બાબુભાઇ શિયાળ તથા બેબીબેન માધુભાઇ સોલંકી, રહે.જાફરાબાદ વાળાઓએ મસરી બાબુભાઇ સોલંકી, રહે.ઉમેજ, તા.ઉના વાળા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવેલ છે અને આ મસરી બાબુભાઇ સોલંકી, રહે.ઉમેજ તથા જયેશ, રહે.અમદાવાદ વાળાઓે મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજુલા તરફથી જાફરાબાદ આવનાર છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય જાફરાબાદમાં નવા પુલ પાસે બાતમી વાળા વાહન અંગે વોચમાં રહેતાં રાજુલા તરફથી બાતમી વાળું વાહન આવતાં તેને ઉભું રખાવવા કોશીશ કરતાં તે ઉભું રહેલ નહીં અને નાસવા જતાં તેનો પીછો કરતાં આ વાહનના ચાલક તથા અન્ય એક ઇસમ આ મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન જાફરાબાદમાં મફતપ્લોટ પાસે જી.ઇ.બી. રોડ ઉપર મુકીને નાસી ગયેલ. અને આ વાહનમાં ચેક કરતાં ચોર ખાનું બનાવેલ મળી આવેલ જેમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવેલ.

આ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૮૮, કિં.રૂ.૮૬,૪૦૦/- તથા મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન રજી.નં. જી.જે.૦૧.એફ.ટી.૪૯૬૪, કિં.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪,૮૬,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરેલ.

ગુન્હામાં (૧) પ્રકાશ ઉર્ફે રાધે બાબુભાઇ શિયાળ, રહે.જાફરાબાદ. (૨) બેબીબેન માધુભાઇ સોલંકી, રહે.જાફરાબાદ. (૩) મસરીભાઇ બાબુભાઇ સોલંકી, રહે.ઉમેજ, તા.ઉના (૪) જયેશ. રહે.અમદાવાદ વગેરેને ફરાર જાહેર કરાયા છે. અને

ઉપરોકત ચારેય આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવી ચારેય આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. .ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(4:04 pm IST)