Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

લતીપુર ગામ પાસે ફોરવ્હીલ હડફેટે ધ્રોલના મોટરસાયકલ સ્વારનું મોત

જામનગર તા. ૨૦ : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ઈમરાનભાઈ બસીરભાઈ નાગાણી એ ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીના ભાઈ અફઝલભાઈ પોતાનું મોટરસાયકલ નં. જી.જે.૧૦–બી.કે.–પ૮૬૯ નું લઈ ધ્રોલ થી ટંકારા જતા હતા તે દરમ્યાન લતીપુરથી આગળ ભારત પેટ્રોલ પંપ પાસે પહોંચતા સામેથી સફેદ કલરની આઈ–ર૦ ફોરવ્હીલ નં. જી.જે.૩૬–બી–પ૦૪૯ ના ચાલકે પોતાની ફોરવ્હીલ ગાડી પુરઝડપે ચલાવી મોટરસાયકલને હડફેટે લઈ અકસ્માત કરી અફઝલને માથામાં તથા શરીરે ગંભીર ઈજા કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

જુગાર રમતા સાત ઝડપાયા

શેઠવાડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. દશરથસિંહ મહોબતસિંહ પરમારે ફરીયાદ નોંધાવી છે કે, ધરણાતભાઈ અરજણભાઈ કાંબરીયા, રમણભાઈ વાલાભાઈ મકવાણા, કપીલભાઈ કારાભાઈ મકવાણા, નરેશભાઈ જીકાભાઈ મકવાણા, જેન્તીભાઈ કાનજીભાઈ મકવાણા, રાણાભાઈ વાલાભાઈ મકવાણા, જેન્તીભાઈ ખીમાભાઈ વેગડા  રે. બુટાવદર ગામ તા.જામજોધપુર જાહેરમાં ગોળકુંડાળુ વળી જુગાર રમી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૩૧૦ તથા ગંજીપતાના પાના નંગ–પર સાથે ઝડપાઈ ગયેલ છે.

પૈસાની ઉઘરાણી કરતા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ સોમાભાઈ હાથીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૭–ર૦૧૮ના રંગમતી નદીના પુલ પર નાહિદ જુસબભાઈ ખીરા પાસે રૂ. પાંચ લાખ વેવારે માંગતા હોય તેની ઉઘરાણી કરતા નાહિદના બાપુજી જુસબભાઈ ખીરા, મોઈન ખીરા, શબીરખાન લોહાણી, દાઉદ તથા બીજા અજાણ્યા પાંચ માણસો એકસંપ કરી   રાજેશભાઈ તથા સાહેદ ને બેઝબોલના ધોકા, પાઈપ તથા ઢીકાપાટુથી મારમારી ગુનો કરેલ છે.

કરીયાવર બાબતે ત્રાસ

અહીં પંચ એ-પોલીસ સ્ટેશનમાં જયોતિબેન ભીમજીભાઈ યાદવ ઉ.વ.રપ એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર ગામે ફરીયાદી જયોતિબેનના લગ્ન જીવન દરમ્યાન સસરા પક્ષથી ઘરકામ તથા રસોઈ તથા ચારિત્ર અંગે તથા કરીયાવર બાબતે મેણાટોણા મારી રવિભાઈ મુળજીભાઈ પારીયા, શાંતુબેન મુળજીભાઈ , હંસાબેન સુરેશભાઈ પારીયા, સુરેશભાઈ મુળજીભાઈ પારીયા, મુળજીભાઈ રાજાભાઈ પારીયા રે. લાલપુરવાળાઓએ એક સંપ કરી દુઃખ ત્રાસ આપી ઢીકાપાટુ નો માર મારી ગાળો કાઢી પહેરેલ કપડે માવતરે મુકી જઈ ગુનો કરેલ છે.

(12:49 pm IST)