Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

થોરડી-ઘનશ્યામનગર રોડનું ધોવાણ

સાવરકુંડલા : એક મહીના પહેલા નવો નિર્માણ થયેલ થોરડી-ઘનશ્યામનગર રોડ વહેલી સવારથી થોરડી ગામ તથા ઉપરવાસના પડી રહેલ ભારે વરસાદના કારણે થોરડી ગામની નદીમાં પુરના કારણે બે ગામને જોડતા રોડમાં થોરડી ગામની નદી ઉપર બનાવેલ નવનિર્માણ નાળુ જેમાં પાંભ ભૂંગળાની જરૂર હતી. પુરના એકજ ઝટકે નાળુ ધોવાય ગયું હતું અને બે ગામને જોડતો રસ્તો બંધ થયો છે જેથી થોરડી ગ્રામજનોએ પ્રશાસન સામે રોષ વ્યકત કરી તાત્કાલીક રોડને રીપેર કરી રોડ ચાલુ કરવા તથા ભવિષ્યમાં ફરી રોડ બંધ ન થાય તે માટે નદી ઉપર ફરી મોટુ નવુ નાળુ બનાવવી અને નદી બાજુ પુર રક્ષીત દીવાલ બનાવવા માંગ કરી છે. રોડ ઉપર ફરી વળેલા પાણી તસ્વીરમાં નજરે પડે છે.

(11:52 am IST)