Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચકકાજામઃ ટ્રક હડતાલને સમર્થન

ટ્રક એસોસીએશનો દ્વારા વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા રજુઆતઃ ધોરાજીમાં ૩૦૦ ટ્રક, ૫૦ મેટાડોર અને ટ્રાવેલ્સ સંચાલકો પણ હડતાલમાં જોડાયા

પ્રથમ તસ્વીરમાં ધોરાજી, બીજી તસ્વીરમાં જસદણ અને ત્રીજી તસ્વીરમાં વાંકાનેરમાં ટ્રક હડતાલના મંડાણ થયા તે નજરે પડે છે. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી), હુસામુદીન કપાસી (જસદણ),  મહમદ રાઠોડ (વાંકાનેર)

રાજકોટ, તા., ૨૦: આજથી દેશવ્યાપી ટ્રક હડતાલના મંડાણ થયા છે જેમાં મોટી સંખ્યામાં ટ્રક ચાલકો, ટ્રક એસોસીએશનો જોડાયા છે. અને હડતાલને સમર્થન આપતા રસ્તાઓ ઉપર ટ્રકોના ચક્કાજામ થઇ ગયા છે.

ધોરાજી

ધોરાજીઃ ટ્રક એસો.ના ધોરાજીના અનોરો આજે ડે. કલેકટરને આવેદન આપશે અને ધોરાજીના જેતપુર રોડ પર આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપો પાસે છાવણી નાખી ધરણા કરશે. આજની ટ્રક હડતાલમાં ધોરાજીમાં ૩૦૦ જેટલા ટ્રકોના પઇડા થંભી ગયા છે અને આજે ૧ દિવસ ટ્રાવેલ્સ સંચાલકો પણ આ હડતાલમાં જોડાયા છે અને જો આ માંગણીઓ નહી સ્વીકારવામાં આવે તો આંદોલન વધુ જલદ કરવામાં આવશે અને ટ્રક એસો.ના પ્રમુખ રમેશભાઇ ઠેસીયાની યાદીમાં જણાવેલ.

જસદણ

જસદણઃ    તમામ ટ્રકોના પૈડા આજે શુક્રવારથી થંભી ગયા છે. દેશવ્યાપી ટ્રક હડતાલમાં જસદણ ટ્રક માલીકો જોડાય છેકાયદો વ્યવસ્થામાં સહકારની લાગણી સાથે પોતાનો વિરોધ  દર્શાવી રહયા છે.

ડીઝલના ભાવ ઘટાડવા, ટોલનાકા પર ટેક્ષ નાબુદ કરવો જેવી અનેક માંગણી સાથે દેશમાં ટ્રાન્સપોર્ટની હડતાલ છે.

વાંકાનેર

 વાંકાનેરઃ ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ નવી દિલ્હી ખાતે આવેલી રાષ્ટ્રની ટ્રાન્સપોર્ટ એસો.ની વડી સંસ્થાના આહવાનના પગલે વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દવારા આ ચક્કાજામમાં સહકાર આપવા માટે આજે ૬ વાગ્યા પછી કોઇ પણ ટ્રક રસ્તા પર ન ચલાવવા નિર્ણય કર્યો છે. હાલ પેટ્રોલીયમ પેદાશો, દુધ, શાકભાજી તથા દવાઓના પરીવહનને આ બંધમાંથી મુકત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ ચક્કાજામમાં જોડાવવા માટે વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના સભ્યો તમામ વાહન ચાલકોને શાંતીપુર્ણ રીતે સમજાવટથી તેમનું વાહન ચ ચલાવવા માટે અપીલ કરશે. સરકારશ્રીએ અનેકો રજુઆત કરતા કોઇ પણ જવાબ ન મળતા હડતાલમાં જવુ એ માત્ર છેલ્લો વિકલ્પ હતો. આ બંધ દરમિયાન કોઇ અસામાજીક તત્વો રસ્તા પર જાનમાલને નુકશાન કરે તો આ વાત ટ્રાન્સપોર્ટો સાથે ના જોડવી. કારણ કે વાંકાનેર ટ્રક  ટ્રાન્સપોર્ટ એસો. માત્ર શાંતિપુર્ણ રીતે અને સમજાવટથી પોતાની લડત ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. આ ઉપરોકત દેશવ્યાપી ચકકાજામને સમર્થન આપવા માટે વાંકાનેરના તમામ ટ્રક-ટેમ્પો ટ્રાન્સપોર્ટર, સંચાલકો સ્વંયભુ પોતાના વ્યવસાય બંધ રાખશે અને ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ દરા જયારે હડતાલ પુર્ણ થયાની જાહેરાત થયા બાદ જ સામાન્ય કાર્ય કરશે.

(11:51 am IST)