Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ભુજ ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

 ભુજઃ કચ્છ જિલ્લામાં દશ હજાર એપ્રેન્ટીસોની ભરતી કરવા માટે જિલ્લાના સરકારી/સહકાર ડીપાર્ટમેન્ટનાં અમલીકરણ અધિકારીઓની જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને  ભુજ ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી.  આ તકે કલેકટરશ્રીએ કહયું હતું કે, દશ હજાર એપ્રેન્ટીસો ભરવાનાં લક્ષ્યાંકને પાર પાડવા ઉપસ્થિત તમામ અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લામાં તા.૩૧/૦૭/૨૦૧૮ સુધીમાં વધુ ૨૦૦૦ (બે હજાર) બેઠકો ભરાય અને દશ હજારનાં લક્ષ્યાંકને સમય મર્યાદામાં પૂરો કરી શકાય તે માટે કલેકટરશ્રી દ્વારા તમામ વિભાગોને ઔદ્યોગિક એકમોના સંપર્કમાં રહી કુલ માનવબળનાં ૧૦ ટકા સુધી બેઠકો ભરે, અને જિલ્લાના યુવાનોને કૌશલ્યવાન બનાવવા જરૂરી તમામ પ્રયાસ કરવા જણાવ્યું હતું. દરેક આઈ.ટી.આઈ.માં દર પહેલા અને ત્રીજા શનિવારે એપ્રેન્ટીસ ભરતી મેળા તથા ખાસ મેળાનું આયોજનનું આયોજન કરવા કહયું હતું. સમીક્ષા બેઠકમાં અમલીકરણ અધિકારી ઉપરાંત આમંત્રિત ઉદ્યોગોનાં અને ROKIA પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. તે પ્રસંગની તસ્વીર

(11:50 am IST)