Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

થાનના નવાગામ સારસાણા ગામના માલધારીઓનો પુનઃવસવાટ ન થતા કલે.- પોલીસ વડાને રજુઆત

નામ. હાઇકોર્ટનો ર૦૦ પરિવારોને પુનઃ વસવાટ કરાવવા આદેશ છતા : ૩-૩ વર્ષથી જુથ અથડામણ બાદ ૧૦૦ પરિવારો હિજરત કરી ગયા છે છતાં તંત્ર પુનઃ વસવાટ માટે બેદરકાર

વઢવાણ તા.ર૦: સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના નવાગામ અને સારસાણા ગામના માલધારીઓ અને કોળીઓની વચ્ચે ખેલાતા ધિંગાણાના મામલામાં એકબીજા એકબીજા ઉપર હુમલા કરી અને જાનમાલની ખુવારી બોલાવતા રહેતા અનેકવાર વચ્ચે ગામમાં ભયના ઓથારનો માહોલ વવાયો રહેતો હતો.

આ બાબતને લઇને થાન અને સારસાણા ગામના ૧૦૦ જેટલા પરિવારજનો ર૦૦થી પણ વધારે માલધારીઓ પોતપોતાના ઘર છોડી પોતાના જાનમાલ લઇને છેલ્લા ત્રણ વર્ષથી આમતેમ ભટકતા રહે છે.

આવા હિજરત કરી ગયેલા ૧૦૦ જેટલા પરિવાર અને ર૦૦ જેટલા માલધારીઓને થાન અને સારસણા ગામમાં પોતાના ઘર બારમાં રહેવા અને ગામમાં રહેવાની ફરજ હાઇકોર્ટ દ્વારા પુનવસવાટ કરવા કરાવવા માટેના આદેશો આપવામાં આપ્યા હોવા છતા વસવાટ ન કરાવાતા આ માલધારી પરિવારજનો વેદના સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને થાન અને સારસણામાં પોતાના ગામોમાં પુનવસવાટ કરાવવાના મામલે રજુઆત કરી તાત્કાલિક ઘટતુ કરાવવા માટેની માંગ કરવામાં આવેલ છે.

આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી છે કે થાન તાલુકાના નવાગામ અને સારસાણા ગામોમાં ત્રણ વર્ષ પૂર્વે હુમલાના બનાવ બન્યા હતા. બહુજન વસ્તીવાળા આ ગામમાં કોળી જુથના ભયના કારણે બન્ને ગામોના માલધારી પરિવારજનો હિજરત કરી જવા મજબુર બન્યા હતા.

માલધારી સમાજ દ્વારા રજુઆત કરી અને કરવામાં આવેલ રજુઆત માંગણીઓમાં નવાગામ અને સારસાણા ગામમાં કામ ચલાઉ ચોકી ઉભી કરવા અને પોલીસ રક્ષણ પુરૂ પાડો, રોજગારી, શિક્ષણ, તેમજ ખેતી ચરણીયાના બાબતને અગ્રતા અપાવી માલધારીઓના મિલ્કતના નુકશાનનું ઝડપથી વળતર અપાવો. ગામની શાંતિ માટે તડીપાર કરાયેલા શખ્સોને ગામથી તડીપાર કરવાની માંગ કરી છે.

(11:47 am IST)