Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેત પેદાશોને નુકશાન

ઉપલેટા,તા.૨૦: ધુરાતા ૨૦ કી.મી દુર ઉપલેટા તાલુકાના લાઠ ભીમોરા મજેઠી ઉપર ભારેથી અતિભારે વરસાદ થતાં ખેડૂતોના ખેતરોમાં પાણી  ખેતપેદાશોને મોટુ નુકસાન થયાનું જાણવા મળેલ છે ચોમાસુ સત્ર એકિટવ થયા બાદ છેલ્લા એક અઠવાડિયાથી જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના ભાગરૂપે ઉપલેટા તાલુકાના ગામડાઓમાં લાઠ ભીમોરા થી સમઢીયાળા સુધીના ભાદર કાઠા ના વિસ્તારોમાં ચાર દિવસ નો ૩૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયા બાદ સીમ વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ મહામહેનતે વાવેલ મગફળી અને કપાસ ના બિયારણ તેમજ ઉભા પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોને મોટુ નુકસાન થયાનું જણાઈ રહ્યું છે આ બાબતની જાણ રાજયના કૃષિ મંત્રીને સંબોધીને એક અખબારી નિવેદન દ્વારા ફરિયાદ કરતા તાલુકા ભાજપના યુવા પ્રમુખ પૃથ્વીરાજ ચુડાસમા તેમજ લાઠ ના સરપંચ એ જણાવેલ છે કે ઉપરોકત વિસ્તારમાં થયેલ નુકશાની અંગે સર્વે કરી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવાની માંગણી કરેલ છે.

(11:46 am IST)