Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ખાખરેચી હાઈસ્કૂલમાં શિક્ષકોએ સ્વખર્ચે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરી

વિદ્યાર્થીઓને લંચ બોકસ ભેટમાં આપી ઘરેથી પોષ્ટીક આહાર લાવી બાળકોને તંદુરસ્તીનો સંદેશો આપ્યો

માળીયામિંયાણા, તા.૨૦: માળિયામિંયાણા ખાખરેચી ગામે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલમાં આજુબાજુ ગામ જેવા કે જુનાદ્યાંટીલા વેજલપર કુંભારીયા વેણાસર અને ખાખરેચી જેવા મોટા ગામડાઓના બાળકો અભ્યાસ અર્થે ખાખરેચી આવે છે બાળકો આરોગ્ય પ્રત્યે સજાગ બને અને પોતાનુ આરોગ્ય જળવાય રહે તેવા હેતુથી શાળાના શિક્ષકોએ પ્રેરણાદાયી કદમ ઉઠાવીને અન્યને પ્રેરણા પુરી પાડી છે સાર્વજનિક હાઈસ્કુલમાં સારા શિક્ષણની સાથે અન્ય પ્રવૃતિઓ દ્વારા બાળકોને જાગૃત કરવામાં આવે છે શાળાના વિશાળ મેદાનમાં રમતગમત સહીતનુ જ્ઞાન આપી ઉચ્ચ શિક્ષણ અપાઈ રહ્યુ તેવામાં ખાખરેચી ગામની સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષક કલ્પેશ જગદીશભાઈ બરાસરા દ્વારા બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને શુદ્ઘ પીવાનું પાણી મળે તે માટે સ્વખર્ચે આર.ઓ. સિસ્ટમ ઉપલબ્ધ કરાવી ઉપરાંત બાળકો દ્યરે બનાવેલ પૌષ્ટિક નાસ્તો લઇ આવે તેવો ફરજીયાત નિયમ બનાવીને બાળકોને નાસ્તો લઇ આવવા માટે દરેક વિદ્યાર્થીઓને લંચ બોકસ પણ ભેટમાં આપવામાં આવ્યા છે શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય માટે શિક્ષકે સજાગતા દાખવીને અન્ય શિક્ષકોને પણ પ્રેરણા પૂરી પાડી શિક્ષકો પ્રેરણાદાયી બન્યા છે.  તસ્વીરમાં લંચબોકસ સાથે બાળકો નજરે પડે છે. (તસ્વીરઃ રજાક બુખરી)

(11:44 am IST)