Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

કંડલાથી આવતા સોયાબીન તેલ ટેન્કરમાંથી બારોબાર તેલ કાઢવાના કૌંભાડનો પર્દાફાશ

આશિષ ભાટિયાના માર્ગદર્શનમાં પી.આઇ. કે. બી. રાજવી ટીમનો સપાટોઃ માળિયા નજીકના ખેતરમાં સી.આઇ.ડી. ત્રાટકીઃ બેની ધરપકડ

રાજકોટ તા.ર૦: ડીજીપી કક્ષાના સી.આઇ.ડી. વડાનાં આશીષ ભાટિયાના માર્ગદર્શનમાં તથા દિપાંકર ત્રિવેદી (નાયબ પોલીસ મહાનિરીક્ષક) તથા એસ.એસ. રઘુવંશી, નાયબ પોલીસ અધિક્ષક, (સી.આઇ.સેલની) સૂચનાથી રાજયમાં બનતા ઓઇલ-કેમીકલ ચોરીના ગુના અટકાવવા  શરૂ કરેલ અભિયાન અંગે સ્ટાફના અ.હે. કોન્સ. કૌશીકભાઇ દેસાઇને બાતમી હકીકત મળતા ખાનગી રાહે બાતમી વાળી જગ્યાએ માળીયા ઓવરબ્રીજ પાસે હાઇવે રોડની બાજુના ખેતરમાં કૌશિકભાઇ પટેલ (રહે. ઉંઝા) તેમજ ભરતભાઇ આહિર રહે. યશોદા ગામ, તા. ભચાઉ (જી. કચ્છ) તેમજ તેના માણસો સાથે મળી કંડલાથી સોયાબીન તેલ ભરીને હાઇવે રોડ ઉપરથી પસાર થતા ટેન્કરોના ડ્રાઇવર-કલીનરોને લલચાવી ફોસલાવી તેઓની સાથે મેળાપીપણામાં પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે સોયાબીન તેલ કાઢી પોતાના કબજાના ટેન્કરમાં સંગ્રહ કરીકરાવતા હોવાની બાતમી મળેલ.

જે હકીકત આધારે મોરબી જીલ્લામાં માળીયા ખાતે જઇ તપાસ કરતા આ પ્રવૃત્તિ ચાલુ હોય જે જગ્યાએ કે. બી. રાજવી, (સી.આઇ.સેલ) તથા સ્ટાફના અનાર્મ હે.કોન્સ. હરદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, પો. કોન્સ જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ રાણા, પો. કોન્સ. વિપુલકુમાર બાબુભાઇ દેસાઇ તથા પંચો રૂબરૂ રેઇડ કરતા આરોપીઓ (૧) હાજીસા બાઉસા ફકીર ઉવ.૪૦ રહે. ગામ ગોતર, તા. રાધનપુર, જી. પાટણ (ર) તેજારામ બાબુલાલ પ્રજાપતિ ઉ.વ.ર૦ રહે. ગામ મૈત્રી વાળા, જી. જાલોર, રાજસ્થાન - ૩૪૩૦૪૦ વાળાની સ્થળ ઉપર ધરપકડ કરવામા આવેલ. વિશેષમાં સોયાબીન ઓઇલ ભરેલા પ્લાસ્ટીકના કેરબા નંગ ૯ કિંમત રૂ. ૧ર,૬૦૦ તેમજ લોખંડના ખાલી બેરલ નંગ ર૦ કિંમચ રૂ.૪૦૦૦ તેમજ પ્લાસ્ટીકના ખાલી કેરબા નંગ-ર૦ જેની કિંમત રૂ.પ૦૦ તેમજ પતરાના ખાલી ડબ્બા નંગ-૧ર જેની કિંમત રૂ.૧ર૦ તેમજ ઇલેકટ્રીક મોટર કેબલ વાયર જેની કિંમત રૂ.૧૦૦૦ તેમજ ટેન્કર નંબર જીજે-૧ર-એ.ઝેડ-૯૮ર૭ માં ભરેલ ઓઇલની કિંમત રૂ.૧૪,૯૦,૦૦૦ તેમજ ટેન્કરની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦ તેમજ ટેન્કર નંબર જીજે-૧ર-એ.વાય.-પ૭૮૬માં ભરેલ ઓઇલ કિંમત રૂ.૩,૦૦,૦૦૦ તેમજ ટેન્કરની કિંમત રૂ.પ,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૩૩,૪૦,૧ર૦નો મુદામાલ તપાસઅર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી અને મોરબી જીલ્લાના માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.જી. નંબર ૩૪-૧૮ આઇપીસી કલમ-૪૦૭, ૪૧૪, ૧ર૦ બી તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ-૩, ૭ મુજબનો ગુનો તા.૧૮-૭-ર૦૧૮થી રજીસ્ટર કરવામાં આવેલ છે. (૧૧.૬)

 

(10:50 am IST)