Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ધારીના બોરડીમાં સાપે દંશ મારતાં દિપક પારઘીનું મોત

રાજકોટ તા. ૨૦: ધારીના બોરડી ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં મુળ દાહોદના દિપક મનજીભાઇ પારઘી (ઉ.૨૧)ને ૧૮મીએ રાત્રે ત્રણેક વાગ્યે વાડીએ સુતો હતો ત્યારે સાપે દંશ મારતાં ધારી, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું આજે સવારે મોત નિપજ્યું હતું.

બનાવની મૃતકના પરિવારોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે કાગળો કરી ધારી પોલીસને જાણ કરી હતી. મૃતક યુવાન ચાર ભાઇ અને એક બહેનમાં નાનો તથા અપરિણીત હતો. (૧૪.૫)

(10:49 am IST)