Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

મોરબીના પીપળી યુવા ગ્રુપ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૫૧ વૃક્ષોનું વાવેતર કરાયું

મોરબી : ચોમાસાની સીઝન શરુ થઇ ચુકી છે જે મોસમ વૃક્ષારોપણ પ્રવૃત્તિ માટે ઉત્તમ માનવામાં આવતી હોય જેથી પીપળી યુવા ગ્રુપ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૫૧ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ગ્લોબલ વોમીંગની ઘાતક અસરોને પગલે લોકોમાં પણ વૃક્ષારોપણ પ્રવૃતિઓ જોવા મળે છે મોરબી જીલ્લામાં વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે ત્યારે મોરબીના પીપળી યુવા ગ્રુપ દ્વારા પીપળી મહાકાલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૫૧ વૃક્ષોનું વાવેતર કર્યું હતું

(10:31 pm IST)