Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ચરાડવામાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 10 શકુનિઓ ઝડપાયા

મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા હળવદ પોલીસનો દરોડો

હળવદ તાલુકાના ચરાડવા ગામના મકાનમાં દરોડો કરીને પોલીસે જુગાર રમતા ૧૦ જુગારીઓ ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

ચરાડવા ગામના રહેવાસી દિલીપદાસ ઉર્ફે દિનુમારાજ વજારામદાસ વૈષ્ણવના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોય જે બાતમીને પગલે હળવદ પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા દિલીપદાસ વજારામદાસ વૈષ્ણવ, ગોપાલ પુંજા પરમાર, મહેશ બાલજી સોલંકી, જયંતી લવજી મકવાણા, ધીરૂ ખીમા પરમાર, હરી જીવા સોલંકી, રતિલાલ ભગુ પરમાર, સુલતાન ઉર્ફે મુનો ગફુર મૂલતાની, યુવરાજસિંહ ભીખુભા ઝાલા અને દાનું હરજી રાઠોડ( રહે બધા ચરાડવા તા. હળવદ )ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૧૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:26 pm IST)