Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

સૌરાષ્ટ્રમાં ભારેથી-અતિભારે વરસાદની શક્યતા :દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 50થી 60 કિમી ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી:, માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા ચેતવણી

અમદાવાદ : આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારેથી-અતિભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજયના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા છે. માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા પણ ચેતવણી અપાઈ છે. તો કાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 50થી 60 કિમી ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા રહેશે.

(9:22 pm IST)