Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

મોરબીના આંગણે જ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકાર ની ઔષધીય વ્રુક્ષોના રોપા નું ટોકન દરથી અને અન્ય રોપનું ફ્રિ વિતરણ

મોરબીના પર્યાવરણ પ્રેમી લોકો ને હવે ઔષધીય રોપ લેવા જુનાગઢ કે ગીર નહિ જવુ પડે મોરબીના આંગણે જ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકાર ની ઔષધીય વ્રુક્ષોના રોપા નું ટોકન દરથી અને અન્ય રોપનું ફ્રિ વિતરણ પણ કરવા માં આવશે.

  કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા દર વર્ષે વ્રુક્ષો ના રોપા નું વિનામૂલ્યે વિતરણ કરવા માં આવે છે. એમજ આ વખતે પણ વિવિધ પ્રકાર ના રોપા નું વિતરણ કરવા માં આવશે. આ વર્ષે ખાસ જૂનાગઢ જય ને વિવિધ પ્રકાર ના ઔષધીય રોપા ખરીદી તેને મોરબી માં ટોકન ભાવ થી વિતરણ કરવા માં આવશે.આની સાથે સાથે ઘણા રોપા એકદમ વિનામૂલ્યે પન આપવા માં આવશે. નીચે રોપા નું લિસ્ટ છે.
વિનામૂલ્યે વિતરણ રોપા ની યાદી.
જાંબુડા
બીલીપત્ર
લીમડો
સવન
કાંગશા
કંચનાર
ચંપો
અપરિજાત (વેલ)
તુલસી
જામફળ
આસોપાલવ
મીઠો લીમડો
પીપળો
પીપર
સેતુર
ઉંબરો
બદામ
ઉપર લખેલ તમામ રોપઓ ફ્રી મળશે.
નીચે આપેલ રોપાઓ ટોકન દર થી મળશે .
શિવલિંગી
અરીઠા
કોઠા
મીંઢોલ
મહુડો
બહેડા
બ્રહ્મની વેલ
નગોડ
ગુગળ
અરડૂસી
પબડી
સીમળો
ચણોઠી કાળી
કરમદા
લિંડી પીપર વેલ
વિકળો
આમળા
ગોળ પાન વાળી નગોડ
રક્ત ચંદન
પારિજાત
ટીમરું
કંદમ્બ
રાદારૂડી વેલ
રૂખડો
ચરેલ
બોરસલી
પુત્ર જીવક
બુચ
વાયાવર્ણ
અર્જુન સાદાડ
ઉપર આપેલ તમામ રોપાઓ ફક્ક્ત 20 રૂપિયા ના ટોકન દર થી આપવા માં આવશે

રોપાઓ લેવા આવતા  વ્યક્તિ  એ  પોતાનું વાહન અને રોપા હેરફેર પોતાની રીતે કરવા ની રહેશે. કોરોના ગાઈડલાયન નું પાલન કરવું જરૂરી રહેશે.
રોપા મેળવાનું સ્થળ :કર્તવ્ય જીવદયા કેન્દ્ર. રવાપર ઘુનડા રોડ. માધવ ગૌશાળા પેહલા. હરી ૐ સ્ટોન પછી.મોરબી સમય બપોરે 5 થી સાંજે 8 જ.આ સમય સિવાય રોપા આપવામાં આવશે નહીં
રોપા હશે ત્યાં સુધી દરરોજ વિતરણ ચાલુ રહેશે .વધુ માહિતી માટે ( મોં,  7574868886) નો સંપર્ક કરવો

(12:58 pm IST)