Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

કચ્છ જિલ્લામાં મેઘરાજા વરસ્યા બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

નખત્રાણાના બંને ધોધ સજીવન થયા

ભુજ : પશ્ચિમ કચ્છના નખત્રાણા નજીક આવેલા ભુજથી 25 કિલોીટર દુર કડિયા ધ્રો અને પાલરધુના ધોધ કાલે 2 ઇંચ વરસાદમાં ફરી જીવંત થઇ ઉઠ્યો હતો. કુદરતી કોતરણીથી સંપન્ની ધરાવતો આ ધોધ ફરી જીવંત થતા ધોધ અને નદી બંન્ને ખીલી ઉઠ્યા હતા. તેવામાં આ નજારો કોઇ પણ વ્યક્તિને અભિભુત કરનારો હોઇ શકે છે.

નખત્રાણાથી 15 કિલોમીટર દુર પાલરઘુના ધોધ તેના કુદરતી કોતરણીકામ અને તેમાં જોશભેર વહેતા વરસાદી પાણીને કારણે સહેલાણીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સારા વરસાદ બાદ ઉંડી ખીણમાં ભારે અવાજ સાથે પડતા પાલર પાણીના ધોધને જોવા લોકો ઉમટી પડે છે. ગઇકાલે પણ કુદરતી નજારો સર્જાતા નજીકના વિસ્તારોમાંથી લોકો આ સ્થળે પ્રકૃતિ દર્શન માટે પહોંચ્યા હોવાનું જણાવ્યું છે.

ભુજથી 25 કિલોમીટર દુર નખત્રાણા તાલુકાના કડિયા ધ્રો ગઇકાલે વરસાદ બાદ વહી નીકળ્યો છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા 25 હજાર મીટરની ત્રિજ્યાવાળા આ સ્થળે વરસાદી પાણીની આવકથી નજારો રમણીય બને છે. દર ચોમાસે આ સ્થળ ખુબ જ રમણીય બને છે અને સેંકડો લોકો આ પ્રાકૃતિક સૌંદર્ય માણવા માટે અહીં આવે છે.

(12:37 pm IST)