Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

બાબરા પંથકમાં ધોધમાર વરસાદ : નડાળા ગામની નદીમાં ઘોડાપુર : બોલેરો જીપ તણાઈ : કારમાં બેઠેલા ત્રણેય લોકોનો આબાદ બચાવ

બોલેરો તણાઇ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો ; મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યાં

અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા નડાળા ગામની નદીમાં ધોડાપુર આવ્યું છે. નદીના ધસમસતા પ્રવાહમાં માલવાહક બોલેરો જીપ તણાઇ હતી. જો કે સમયસુચકતા વાપરતા કારમાં બેઠેલા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. સદભાગ્યે કોઇ મોટી દુર્ઘટના બની નથી પરંતુ બોલેરો તણાઇ ત્યારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો અહીં ઉમટી પડ્યાં હતા.

(12:43 am IST)