Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

બાબરા શહેરમાં નર્મદા નીરના વધામણા કરતા ભાજપી આગેવાનો

બાબરા,તા.૨૦ : બે દિવસ પહેલાં અમરેલી જીલ્લા સાસંદ નારણભાઇ કાછડીયા દ્વારા બાબરા શહેર ના મધ્યમ પ્રસાર થતી કાળુભાર નદી ના ઉપર લેવલ નર્મદા નીરના વાલો ખોલવામાં આવ્યા હતા.

બાબરા ચરખા નજીક પ્રસાર થતી કાળુભાર નદી ના માધ્યમથી બોટાદ ખાતે આવેલ કાળુભાર ડેમ મા નર્મદા નીર પહોંચાડવા માટે તેમજ બાબરા શહેરના ત્રણ ચેક ડેમો સહિત ૨૦ જેટલા નાના-મોટા એક ડેમો ભરવાનું આયોજન કરવામાં આજ રોજ બાબરા ખાતે શહેર ભાજપ ના આગેવાનો દ્વારા નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા ,શહેર ભાજપ ના વરિષ્ઠ આગેવાન બિપીનભાઇ રાદડીયા ,શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા,ભુપેન્દ્રભાઇ બસીયા,ઙ્ગ મહામંત્રી વસંત તરૈયા નરૂભાઇ ત્રિવેદી સહીત આગેવાનો દ્વારા નર્મદા નીર ને ફુલ થી વધામણા કર્યા હતા ભાજપ ના વરિષ્ઠ આગેવાન બિપીનભાઇ રાદડીયા એ જણાવ્યું કે સરકાર દ્વારા ખેડૂતો ની ચિંતા અને નવી સીઝન ની શરૂઆત ને લય પાણી સમસ્યા ખેડૂતો ને નો રહે તે માટે સરકાર દ્વારા રાજય નર્મદાના નીર ખેડૂતો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

બાબરા સહીત વિસ થી વધુ નાના મોટા ચેક ડેમ નર્મદાની થી ભરાઈ જશે અને ખેડૂતોને આગમી પાક માટે આ પાણી આશીર્વાદરૂપ બનશે બાબરા શહેર અને તાલુકાના ખેડૂતોએ સરકારશ્રીનો આભાર માન્યો હતો.

(12:45 pm IST)