Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ઉપલેટામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારો સામે CPM દ્વારા મામલતદારને આવેદન

ઉપલેટા તા. ર૦ : આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ઘટી રહ્યા છે. તેનો ફાયદો આમ જનતાને પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડીને આપવાનો છે તેના બદલે કેન્દ્ર સરકાર રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે લોકડાઉનના કારણે આમ જનતા બે હાલ બની ગઇ છે તેને રાહતો આપવાને બદલે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને રાજકોટ જીલ્લા સીપીએમ નિંદનીય ગણાવ્યા છે આજરોજ સીપીએમ જીલ્લા આગેવાન વિનુભાઇ ઘેરવડાની આગેવાનીમાં વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર ઉપલેટા મામલતદારને આપેલ હતુ સીપીએમના કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરેલ હતો અને ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી હતી આવેદનપત્રમાં જણાવવામાં આવેલ કે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો મોંઘવારીમાં વધારો કરશે લોકડાઉન પીડીત પ્રજા ઉપર વધુ આર્થિક બોજ આવશે આ તકે સીપીએમના જીલ્લાના મંત્રી ડાયાભાઇ ગજેરા, દિનેશભાઇ કંટારીયા, દિલીપભાઇ, ભાવેશભાઇ રાજગોર, કારાભાઇ બારૈયા સહીતના આગેવાનો જોડાયા હતા.(

(11:24 am IST)