Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ખંભાળીયા : ઓનલાઇન છેતરીપંીંડી કરનાર સરફરાજ સીદીકીએ ફેક કંપની ખોલીને અગાઉ પણ છેતરપીંડી કરી'તી

ખંભાળીયા, તા. ર૦ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સાયબર ક્રાઇમના ગુન્હાઓ શોધવા તથા અટકાવવા માટે જીલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ તથા એએસપી શ્રી પ્રશાંત સુંબે સાયબર સેલના પી.એસ.આઇ.શ્રી એ.આર. ગોહિને સુચના અને માર્ગદર્શન આપેલ.

કલ્યાણપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૪૬/૧૯, આઇપીસી કલમ ૪૦૬,૪ર૦,૧૧૪ વિ. મુજબનો ગુનો તા. ૧૮-૬-૧૯ના રોજ નોંધવામાં આવેલ અને ફરીયાદી શૈલેષભાઇ જે. ચંદારાણા, રહે. ભાટીયાવાળાને અજાણ્યા ઇસમોએ મોબાઇલ ફોન પર અને ઇ-મેઇલથી મેસેજ કરી વિશ્વસઘાત અને છેતરપીંડી કરી, રૂ. ૧,૦૦,૦૦૦/-ની ઠગાઇ કરેલ હોવાનો ગુનો નોંધાતા સાયબર સેલ ટીમ પીએસઆઇ એ.આર. ગોહિલ, પી.સી. ધરણાંતભાઇ બંધિયા, પીસી દેવાભાઇ મોઢવાડીયા, પીસી નરેન્દ્રસિંહ રાઠોડએ તાત્કાલીક તપાસ હાથમાં લઇ આરોપીના લોકેશન, આઇપી એડ્રેસ તથા બેન્ક એકાઉન્ટની ડીટેઇલના આધારે મુંબઇ આવતા હોવાથી તાત્કાલીક મુંબઇ જઇ આરોપીને પકડી પાડી કાયદેસરની ધરપકડ કરવામાં આવી.

આરોપીએ સર્વિસ ઇન્સ્ટા કંપની બનાવી હતી અને તે મોબાઇલ રીચાર્જ, ડીટીએચ રીચાર્જ, મની ટ્રાન્સફર, બીલ પેમેન્ટ, લેઇન રીચાર્જ, ઇલે. બીલ, ફલાઇટ બુકીંગ, ટુર્સ-ટ્રાવેલ્સ પ્રોગામ પેમેટ, ગેસ બીલીંગ વિ. જેવી સેવા પૂરી પાડતી ફેક કંપની બનાવવામાં આવેલ ઇન્ટરનેટ મારફતે મની ટ્રાન્સફરનો બિઝનેસ કરતા લોકોનો ડેટા મેળવી તેમના ફોન મારફતે અનુ ઇ-મેઇલ મારફતે સંપર્ક કરી તેમને લોભામણું કમિશન આપવાની લાલચ આપતા, બાદમાં જે કસ્ટમર ઇન્ટ્રેસ્ટેડ હોય તેને વિશ્વાસ બેસાડવા માટે તેમના કેવાયસી મંગાવતા ત્યારબાદ આરોપીની કંપની સર્વિસ ઇન્સ્ટા નામની લેબ સાઇટ પર કસ્ટમરની આઇ.ડી. બનાવતા અને તેમાં કસ્ટરમરનો વિશ્વાસ બેસે તે માટે ટેસ્ટીંગ બેલન્સ આપતા, એકવાર વિશ્વાસ બેસાડયા બાદ કસ્ટમર-ભોગ બનનાર પાસે વધુ રકમ ડીપોઝીટ કરાવતા અને તેમના એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવતા બાદમાં કસ્ટમર આ આઇ.ડી. માંથી કામ કરી શકતા નહિ, ત્યારે આરોપીનો કોન્ટેકટ કરતા અવાર-નવાર સર્વર ડાઉન છે તેવા બહાના બનાવતા અને આવી રીતે આરોપીએ હાલના ફરીયાદી તેમજ ગુજરાત રાજયના અલગ-અલગ શહેરો જેમાં સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ તથા ભારતના અન્ય રાજયોમાં જેમ કે યુ.પી., એમ.પી., પં.બંગાળ, જમ્મુ-કાશ્મીર, છતીસગઢ, બિહાર, પંજાબ, હરીયાણાના લોકો સાથે આવી છેતરપીંડી કરી હોવાનું તપાસમાં બહાર આવેલ છે. ગુજરાત તથા અન્ય રાજયોમાં જેમની સાથે સદરહું ઇસમે છેતરપીંડી કરેલ છે તેનો સંપર્ક કરી યોગ્ય કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે તથા આ આરોપી સાથે સંકળાયેલ અન્ય આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે.

સરફરાજ તાજ મહમદ સીદીકી, ઉ.વ.૩પ, રહે. રૂમ નં. ર૩, બીલ્ડીંગ પ૬(બ), લાલુભાઇ કમ્પાઉન્ડ, મુંબઇ, મહારાષ્ટ્ર.

આરોપીએ છેતરપીંડીમાં ઉપયોગમાં લીધેલ બેંક એકાઉન્ટ ડીટેઇલ :

(૧)BOB Bank,Branch Chembur,

(ર) Saraswat Bank ,Branch  : Chembur,

(૩)OBC Bank,:Branch Chembur,

(૪)ICICI Bank,:Branch Govandi,

(પ)Axix Bank,:Branch Govandi,

(૬) SBI Bank,:Branch Govandi,

આરોપીનો પૂર્વ ઇતિહાસ :

આરોપીએ અગાઉ પણ આલ્ફાટેક સર્વિસ નામની ફેક કંપની ખોલી અગાઉ પણ ઘણા લોકો સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાનું તપાસમાં ખૂલેલ છે.

(4:09 pm IST)