Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કલ્યાણપુરનાં ચાસલાણા-સલાયામાં જૂગાર રમતા ૮ ઝડપાયા

ખંભાળીયા તા. ર૦ :.. કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામના ઝાંપે કેટલાક ઇસમો તિનપતીનો જૂગાર રમી રહયા હોવાની બાતમીના આધારે કલ્યાણુર પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરવામાં આવતા જૂગાર રમી પૈસાની હારજીત કરતા અશોકગીરી છગનગીરી ગોસ્વામી, લાખા મારખી કાગડીયા, કિશોરગર પ્રેમગર મેઘનાથી રહે. ત્રણેય ચાસલાણા વાળાઓને  રોકડ રૂ. ર૬,૯૦૦ ની મતા સાથે ઝડપી પાડયા હતાં. જયારે બીજા દરોડોમાં ખંભાળીયા તાલુકાના સલાયામાં સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે જાહેરમાં જૂગાર રમતા જિલ્લા એલસીબી સ્ટાફે રેઇડ કરતા અમીન ઇબ્રાહીમ સંઘાર, સલીમ મુસા સુંભણીયા, હુસેન કાસમ ભાયા, ઓસમાણ હાજી ઘાવડા, સલીમ કરીમ ભગાડ, તમામને રોકડ રૂ. ૧૪પ૦ તથા મોબાઇલ નંગ૪ મળી કુલ રૂ. ૩૪પ૦ ની મતા સાથે ઝડપી પાડી જૂગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે.

વર્લીના આંકડા લખતા ઝડપાયો

પોરબંદર રોડ પર એક ઇસમ જાહેરમાં વર્લી મટકાનો જૂગાર રમી રમાડતો હોવાની હકિકતના આધારે તપાસ કરતા જાહેરમાં વર્લીના આંકડા લખી જૂગાર રમાડતા નિલેશ આલા પતાણી, રહે. ગુલાબનગર વાળાને રોકડ રૂ. ૪૬પ૦ તથા વર્લીના સાહિત્ય સાથે શખ્સને ઝડપી પાડી ખંભાળીયા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

(1:36 pm IST)