Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમરેલી જિલ્લામાં ચાર સ્થળે પુરવઠા તંત્ર ત્રાટકયુઃ લાખો રૂપિયાનો બે નંબરી માલ જપ્ત

અમરેલી તા. ર૦ :.. જિલ્લામાં કલેકટરના આદેશ સુચના અને પગલે ચાર સ્થળે પુરવઠા તંત્ર ત્રાટકતા લાખો રૂપિયનો બે નંબરી માલ જપ્ત કરતા સનસનાટી મચી જવા પામી છે.

ખાંભાના મોટા બારમણમાં નિતીન કાનજી જાનીની આવશ્યક ચીજ વસ્તુ ભંડારની દુકાનમાં ગેરરીતિ અંગે માહિતી મળતા ત્યાંથી છ માસમાં ૪૩ બોગસ બીલો બનાવી બોગસ રેશનીંગ કાર્ડ બનાવી ઘઉં ર૪૩૪ કિલો ચોખા પ૭૦, ખાંડ ૪૭.પપ, કેરોસીનનો ર૩૮ લીટર, મીઠું તેલ ર૮ લીટર પોતાના અંગત લાભ મેળવવા સગેવગે કર્યાનું ખુલ્યું હતું.

બીજા દરોડામાં બાબરા માર્કેટ રોડ પાસે રાજહંસ કોમ્પલેક્ષમાં ભરત ધીરજ મસરાણીએ લાખો ડીઝલજથ્થો ૧૩૬૦ લીટર કિ. રૂ. ૯૬.૧ર૦ ગેરકાયદેસર ઝડપાયો હતો.

ત્રીજા બનાવમાં બગસરામાં ઇમરાન સાલમ હેદરાના બાયો ડીઝલ  જથ્થો કિ. રૂ. ૭,૯૩૪પ૦ સાથે જયારે ચોથા દરોડામાં લીલીયાના બવાડામાં દિનેશ કુમાર રામજી બગડા, સંચાલીત પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારમાં સબસીડી યુકત ઘઉ ૧૯પ૪ કિલો ચોખા ૮ર૦, ખાંડ ૮૦, કેરોસીનનો ૩૭૯ લિટરનો ગેરકાયદે જથ્થો ઝડપાતા તંત્ર દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

(1:34 pm IST)