Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ડીવાઇડર ઉપર ચડી ગઇ

ફોર લોન રોડની આડેધડ કામગીરીથી સર્જાતા અકસ્માતો

ટંકારા તા. ર૦ :.. મોરબી - રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઇ ધ્રુવનગર વચ્ચે રાત્રીના આઠેક વાગ્યા આસપાસ કાર ડીવાઇડર ઉપર ચડી પંદર-વીસ ફુટ ચાલી ગયેલ. કાર ડ્રાઇવરનો બચાવ થયેલ છે.

મોરબી-રાજકોટ વચ્ચે ફોર લેન રોડ, બનાવવાની કામગીરી આડેધડ ચાલે છે. દિવસે એક જગ્યાએ રોડ બનાવવાનું કામ ચાલતું હોય તો બીજે દિવસે કામ બંધ હોય છે. મનફાવે ત્યાં રોડ ડીવાઇડર બનાવવામાં આવે છે. માટી-ભરતી ભરવામાં આવે છે. માટીના ઢોળાયેલ ઢગલાઓ અકસ્માત સર્જે છે. મોરબી-રાજકોટ રોડ ઉપર લજાઇ-ધ્રુવનગર - ટંકારા વચ્ચે રોડ પહોળો ફોન લેન માટેનો બનાવવાની કામગીરી ચાલુ છે. અડધા રોડમાં ડીવાઇડર બનાવવામાં આવેલ છે.

ડીવાઇડરોનાં બંને છેડે નિશાનીઓ, રીફલેકારો મુકયા નથી. આથી લજાઇ તરફથી આવતી કાર, બીજા વાહનને ઓવર ટેક કરતી હતી, ત્યાં વચ્ચે ડીવાઇડર શરૂ થતા ડીવાઇડર ઉપર કાર ચડી ગયેલ અને અકસ્માત સર્જાયેલ વાહન ચાલકો એકઠા થયેલ અને કાર ચાલકને બહાર કાઢેલ.

ફોર લેન રોડ કામગીરી વ્યવસ્થીત રીતે કરવાની જરૂર છે. દર પાંચ કીલો મીટર સુધી ફોર લેન બનાવવામાં આવે. તેના નાલા, પુલીયાની કામગીરી પુરી કરવામાં આવે, ડીવાઇડર બનાવવામાં આવે, રીફલેકટર તથા નિશાનીઓ મુકવામાં આવે રોડની બંને સાઇડમાં એક મીટર મેટલ રોડ બનાવવામાં આવે. ત્યારબાદ બીજા સ્થળે કામ શરૂકરવામાં આવે તે જરૂરી છે.

મીતાણા-ટંકારા પાસે ઓવરબ્રીજની કામગીરી સર્વિસ રોડની કામગીરી મહીનાઓથી બંધ છે.

(1:33 pm IST)