Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ધ્રાંગધ્રાની નર્મદા બ્રાંચ કેનાલ ચાલુ નહીં થતા મહિલાઓએ રામધુનનો કાર્યક્રમ યોજ્યો : રોષ

વઢવાણ, તા. ર૦ : સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાક વિમા મામલે મામૂલી વળતર ચૂકવવામાં આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

જિલ્લામાં ગત વર્ષે થયેલા ઓછા વરસાદને કારણે ૭ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતાં. તેમ છતાં ખેડૂતોને પાક વિમાનું યોગ્ય વળતર ન મળ્યું હોવાની ફરીયાદો ઉઠી રહી છે. જે ધ્રાંગધ્રાના મેથાણ ગામે ગુજરાત વિકાસ સંગઠન પાક વિમા બાબતે વિમા કંપની વિરૂદ્ધ ખેડૂતોએ નનામી કાઢી હતી. ત્યારે આજે પણ ખેડૂતોના અનેક પ્રશ્ને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે.

જિલ્લામાં આવેલ નર્મદા નિગમની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ ચાલુ કરવામાં સરકારને નર્મદા નિગમની વ્હાલાને દવલાની નીતિ સામે મેથાન અને આજુબાજુના ગામની બહેનો દ્વારા પરમાત્માને પ્રાર્થના ધુન-કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં બહેનો તથા ખેડૂતો સહિતના ગ્રામજનો ખાલી કેનાલમાં બેસી ધુન કિર્તન કરી પોતાની વ્યથા ઠાલવી હતી. હાલ સરદાર સરોવરમાં પાણી હોવા છતાં ખેડૂતોને પાણી નહિ આપતા હોવાથી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. રાજય સરકાર અને નર્મદા વિભાગ દ્વારા ધ્રાંગધ્રા સહિતની બ્રાન્ચ કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવતા જે.કે. પટેલની આગેવાની હેઠળ કાર્યક્રમમાં રોષ મોટી સંખ્યામાં ખેડૂતો તથા મહિલાઓ જોડાઇ ઉગ્ર વિરોધ કર્યો હતો.

(1:33 pm IST)