Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મોરબી જીલ્લાના સાત પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી

મોરબી તા.ર૦: મોરબી જીલ્લામાં ફરજ બજાવતા સાત પોલીસ કર્મચારીની આંતરિક બદલીના આદેશ જીલ્લા એસ.પી.ડો. કરનરાજ વાઘેલાએ આપ્યા છે. બદલીના રમેશચંદ્ર ભાનુશંકર વ્યાસની બદલી હળવદ. જોરજીભાઇ સવજીભાઇ ભાટ્ટીની પોલીસ હેડ કવાર્ટર, સુખદેવસિંહ હેમંતસિંહ ઝાલાની માળીયા, હરીભાઇ નાગદાનભાઇ ડાંગરની મોરબી સીટી બી ડીવીઝન, મનહરપુરી નરશીપુરી ગોસ્વામીની વાંકાનેર સીટી, ઉજ્જવલકુમાર જીતુદાન ટાપરીયાની વાંકાનેર સીટી અને અનીલકુમાર મનજીભાઇ ભગોરાની હળવદ બદલી કરવામાં આવી છે.

(1:32 pm IST)