Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મોરબી પંથકમાં દારૂના ત્રણ દરોડામાં ચાર શખ્સો પકડાયાઃ ઇકોકાર કબ્જે

મોરબી તા. ર૦ : મોરબી તાલુકા પોલીસે બે સ્થળે દરોડા કરીને ચાર ઇસમોને ઝડપી લઇને દારૂ તેમજ કાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે એલસબી ટીમે રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપી લીધો છે.

મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીને આધારે લાલપર નજીકથી પસાર થતી ઇકો કાર નં. જી જે ૧૩ એએચ ૭રપ૪ ને આંતરી તલાશી લેતા કારમાંથી ૯ બોટલ વિદેશી દારૂ કીમત રૂ.ર૭૦૦ મળી આવતા કાર કિંમત ર.પ૦ લાખ અને દારૂનો જથ્થો જપ્ત કરીને કારમાં સવાર વિરમભાઇ રમેશભાઇ રંગપરા રહે.વેલાળા ધ્રાંગધ્રા સગ્રામભાઇ લખાભાઇ ખટાણા રહે કુંતલપુર તા.મુળી અને ધર્મેશ મનસુખ કોળી રહે. લાલપર મોરબી મુળ થાનવાળાને ઝડપી લેવાયા છે. તે ઉપરાંત તાલુકા પોલીસ લાલપર ગામની સીમમાંથી પસાર થતા ભરત નારણ ગઢવી રહે.હાલ લાલપર મોરબી મુળ કુડા તા. ધ્રાંગધ્રાવાળા પાસે રહેલા બાચકામાંથી ૭ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.૧૦,૧પ૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે એલસીબી ટીમે મોરબીના ઘુટું રોડ પર આવેલ રામકો સોસાયટીના મગનભાઇ શીવાભાઇ બારૈયાના મકાનમાં દરોડો કરીને ૧૧ બોટલ વિદેશી દારૂ કિંમ્ત રૂ.૧૧૦૦ જપ્ત કર્યો છે. જયારે આરોપી હાજર નહિ મળતા તેન ેઝડપી લેવા તપાસ ચલાવી છ.ે

ડ્રાઇવીંગના કામ બાબતે મારમાર્યો

મોરબીના વેજીટબલ રોડ પર રહેતા પ્રવિણભાઇ ખેંગારભાઇ ધામેચાને આરોપી અમિત ધીરૂભાઇ દેગામાં સાથે ડ્રાઇવીંગના કામ બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપી અમિત ધીરૂભાઇ દેગામાં નીલેશભાઇ દેવજીભાઇ ધામેચા અને હરજીવનભાઇ દેવજીભાઇ ધામેચાએ પ્રવિણભાઇને માર માર્યો હતો  જે મામલે પ્રવિણભાઇ ખેંગારભાઇ ધામેચાએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:31 pm IST)