Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

થાઇલેન્ડમાં સુપરબાઇક ચેમ્પીયનશીપ માટે બાબુભાઇ બોખીરીયાના પુત્ર આકાશની પસંદગી

પોરબંદર તા ૨૦  : ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ના પુત્ર આકાશની આગામી જુલાઇ માસમાં થાઇલેન્ડમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય સુપરબાઇક ચેમ્પીયશીપ માટે ફ્રાન્સની ટીમમાંથી પસંદગી થતા પોરબંદરનું ગોૈરવ વધ્યું છે.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાનો પુત્ર આકાશ બરોડા ખાતે રહે છે અને એમ.એસ.ની ડીગ્રી ધરાવે છે, આકાશની પસંદગી તેની ચેમ્પીયનશીપના આધારે કરવામાં આવી છે. નાનપણથી બાઇક રેસિંગનો શોખ છે તેને પરિવારમાંથી પણ સ્પોર્ટસ બાઇક ચેમ્પીયનશીપમાં આગળ વધવાનું પ્રોત્સાહન મળેલ અગાઉ તે અનેક બાઇક રેસિંગની સ્પર્ધાઓમાં ભાગ લઇ અને વિજેતા થયેલ છે. નોેઇડાની બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કીટ ખાતે આયોજીત જેકે ટાયર સુપરબાઇક ચેમ્પિયનશીપમાં યામાહા આરવન કરી અને લોકોનું ધ્યાન ખેચ્યું હતું, ત્યારબાદ ૨૦૧૮ માં મદ્રાસના એમ.એમ.આર.ટી. સર્કીટ ખાતે આયોજીત નોઇડાની બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કીટ ખાતે આયોજીત જેકે ટાયર સુપરબાઇક ચેમ્પિયનશીપમાં યામાહા આરવન કરી  અને લોકોનું ધ્યાન ખેચ્યું હતું. ત્યારબાદ ૨૦૧૮માં મદ્રાસના એમ.એમ.આર.ટી. સર્કીટ ખાતે આયોજીત મદ્રાસ કેટીએમ આરસી ૩૯૦ બાઇક સાથે મેદાનમાં ઉતર્યા હતા અને ત્રીજુ સ્થાન મેળવ્યું હતું, ત્યારબાદ ૨૦૧૮ માં જ ગ્રેટર ઇન્ટરનેશનલ સર્કીટ ખાતે આયોજીત જેકે ટાયર સુપરબાઇક નેશનલ ચેમ્પિયનશીપ બી.એમ. ડબલ્યુ બાઇક સાથે અને છઠુ સ્થાન હાંસલ કર્યુ હતું. થાઇલેન્ડ ખાતે આયોજીત પીટીટી સુપરબાઇક ચેમ્પિયનશીપમાં કુલ ૨૫ દેશ ના બાઇક રેસર ભાગ લેશે અને ૪.૫ નક્કી થયેલા લેપ પર બાઇક ચલાવશે.

(1:28 pm IST)