News of Thursday, 20th June 2019
આદિત્યાણા તા. ર૦ : રાણાવાવની ધોરીયાનેશમાં વાત વિસ્તારમાં રહેતા અને એકવાયુ જીવન ગાળતા રબારી સમાજના ભગત મેરામભાઇ કોડીયાતરની લુંટના ઇરાદે કરેલી હત્યાના આરોપીઓને શોધી કાઢવા પોલીસે ઠેર ઠેર તપાસ શરૂ કરી છે હત્યા થયેલ વૃદ્ધની કોહવાય ગયેલી હાલતમાં લાશ મળી આવેલ છે શરીરે અજાણ્યા શખસોએ બોથડ પદાર્થના ઘા ઝીંકીને દાગીનાની લૂંટ કરી નાસી ગયેલ છે લાશને પોસ્ટ મોર્ટમ માટે જામનગર લઇ જવામાં આવી છે પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો છ.ે
રાણાવાવ નજીકના ધોરીયાનેસ ગામે રહેતા અને એકલવયુ જીવન ગાળતા એક વૃદ્ધની શંકાસ્પદ હાલતમાં લાશ અમર દળ ગામે આવેલી તેની વાડીએથી મળી આવતા પોલીસ સ્થળ પર દોડી ગયેલ છે અને લાશનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છ.ે મૃતકના શરીરેથી દાગીના ગાયબ હોવાથી આ લંુટ અને હત્યાનો બનાવ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે.
ખેતીકામ ઉપરાંત ધાર્મિક પ્રવૃતિઓ કરનાર મેરામણ કરશનભાઇ કોડીયાતર (ઉ.૭૦) ઉર્ફે મેરામણ ભગત એકલવાયુ જીવન ગાળતા હતા જે બે દિવસથી ઘરની બહાર ન નીકળતા સાંજના સમયે તેના ભત્રીજો તેમના ઘરે ગયા હતા અને ઘરે થઇ ને જોતા તેમની લાશ કોહવાયેલ હાલતમાં ઘરમાં પડી હતી. જેથી તેઓએ તાત્કાલીક આ અંગે પોલીસને જાણ કરી હતી રાણાવાવ પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને લાશનો કબજો લઇ અને તેનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. લાશ અત્યંત દુર્ગધ મારતી હાલતમાંં અને કોહવાઇ ગઇ હોવાથી તેનું પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી છે. મૃતકે કાનમાં પહેરેલા સોનાના દાગીના અને ગળામાં પહેરેલી સોનાની માળા સહીતના દાગીના ગાયબ છે. અને શરીર પર બોથડ પદાર્થ ના ઘા માર્યા હોય તેવા નિશાન છે. મેરામણ ભગતની હત્યાથી સમગ્ર પોરબંદર પંથકના રબારી સમાજમાં અરેરાટી ફેલાઇ છે.