Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવ-૨૦૧૯નો કાર્યક્રમ યોજાયો

વઢવાણ, તા. ૧૮ : રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં આગામી ખરીફ સિઝનની પૂર્વ તૈયારી માટે વધુ અનુકુળતા રહે તેવા હેતુસર કૃષિ મહોત્સવ-૨૦૧૯ની ઉજવણી કરવામાં આવે છે.  જે અંતર્ગત વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવ-૨૦૧૯નો કાર્યક્રમ યોજાયો હતો.ધારાસભ્યશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કૃષિ વૈજ્ઞાનિકશ્રી બી.સી. બોચાલીયા દ્વારા ખેડુત ખેતી કરી વધારે ખેત ઉત્પાદન મેળવે, બમણું ખેત ઉત્પાદન મેળવવા માટે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધન હાથ ધરી સુધારેલ કૃષિ બીયારણોનો જ ઉપયોગ થાય તે જરૂરી છે. રાજય સરકારની વિવિધ કલ્યાણકારી કૃષિલક્ષી યોજનાઓ અને ખેડૂત આઇ પોર્ટલ અંગે પણ વિશેષ જાણકારી આપવામાં આવી હતી.ખેડૂતોને ખેતીની જુદીજુદી પદ્ઘતિઓ બાબતે વિગતવાર સમજ આપી હતી. આ કૃષિ મહોત્સવમાં ખેતીની નવી ટેકનોલોજીના ૨૦ થી વધારે સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી,મદદનીશ ખેતી નિયામકશ્રી- ખેતી, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં આ કૃષિ મહોત્સવમાં વઢવાણ તાલુકાના ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા

(11:54 am IST)