Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

ગામે-ગામ સામુહિક યોગ-સાધનાનું આયોજનઃ તૈયારીને આખરી ઓપ

રાજકોટ તા. ર૦ :.. કાલે ર૧ જુન એટલે વિશ્વ યોગ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે સામુહિક યોગ-સાધના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.

વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે તૈયારીને આખરી ઓપ આપવમાં આવ્યો છે.

ઉપલેટા

ઉપલેટા : સમગ્ર વિશ્વએ તા. ર૧ મીના દિવસે વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરી આ દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

પાલિકા દ્વારા વિશ્વયોગ દિનની ઉજવણી તા. ર૧ જૂનના સવારે ૬ વાગ્યે ઉજવવા માટેનું આયોજન કરેલ છે.

પાલિકાના ચીફ ઓફીસર ઋષી દવેએ એક યાદીમાં જણાવેલ છે ઉપલેટાના નગરજનો કે જેવો વિશ્વ યોગ દિવસના ભાગ લેવા માંગતા હોય તેઓએ વહેલી સવારે ૬ વાગ્યે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ઉપલેટા અને તાલુકા શાળાનું ગ્રાઉન્ડ ટાવરવાળી શાળા ખાતે હાજર રહેવા જાહેર નિમંત્રણ આવેલ છે.

જુનાગઢ

જુનાગઢ :.. જય માતાજી સાથ સમગ્રજનોને જણાવવામાં આવે છે કે, દર સાલની જેમ તા. ર૧-૬-૧૯ શુક્રવારના રોજ 'વિશ્વ યોગ દિન' તરીકે ઉજવાય છે. આ કાર્યક્રમ નશાબંધી ખાતા જુનાગઢ તથા ગાયત્રી શકિતપીઠના ઉપક્રમે યોજવામાં આવેલ છે. તો યોગ શિબીરમાં યોગાસનો, પ્રાણાયામોના કાર્યક્રમ બાદ વ્યસન મુકિત પ્રદર્શન તથા યોગાચાર્ય શ્રી મેવાડા તથા જીજ્ઞેશભાઇ દ્વારા યોજવામાં આવશે. તો યોગમાં રસ ધરાવનારા ભાઇ-બહેનોને સવારના ૭ થી ૧૦  ગાયત્રી શકિત પીઠ, જુનાગઢ ખાતે લાભ લેવા નાગભાઇ સી. વાળા, મેનેજીંગ ટ્રસ્ટી, ગાયત્રી પરિવાર  ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારા જણાવાયું છે.

સુરેન્દ્રનગર

 વઢવાણ :.. સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉતમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે, તે સંદર્ભે પ્રતિ વર્ષ ર૧ જુનને 'વિશ્વ યોગ દિવસ' તરીે ઉજવવાનું સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયું છે, જે અન્વયે સમગ્ર દેશમાં અને રાજયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી શ્રી એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજય બિન અનામત વર્ગ આયોગના અધ્યક્ષ શ્રી હંસરાજભાઇ ગજેરાની ઉપસ્થિતીમાં કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ શ્રી, ધારાસભ્ય  ઓ, જિલ્લા પંચાયત - નગરપાલિકાના પ્રમુખશ્રી પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેેશે. ર૧ મી જુનના રોજ સવરે ૬ કલાકે યોજાનાર આ ઉજવણી કાર્યક્રમમાં શહેરની સ્વૈચ્છીક સેવાભાવી - શૈક્ષણી સંસ્થાઓ, વિવિધ મંડળોના પ્રતિનિધીશ્રીઓ તથા શહેરીજનોને મોટી સંખ્યામાં સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે

(11:53 am IST)