Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કાલે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી

શાહ આર્ટસ કોલેજમાં અધ્યક્ષ સ્થાને હંસરાજભાઇ ગજેરાની ઉપસ્થિતી

સુરેન્દ્રનગર તા. ર૦ :.. સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે, તે સંદર્ભે પ્રતિ વર્ષ ર૧ જુનને 'વિશ્વ યોગ દિવસ' તરીકે ઉજવવાનું સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયું છે, જે અન્વયે સમગ્ર દેશમાં અને રાજયમાં  વિશ્વ યોગ દિવસની  ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી શ્રી એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજય બિનઅનામત વર્ગ આયોગના અધ્યક્ષશ્રી હંસરાજભાઇ ગજેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ પ્રસંગે સંસદ શ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત નગરપાલિકાના પ્રમુખશ્રી પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

કાલે સવારે ૬ કલાકે યોજાનાર આ ઉજવણી કાર્યક્રમમાં શહેરની સ્વૈચ્છિક સેવાભાવી -શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ મંડળોના પ્રતિનિધીશ્રીઓ તથા શહેરીજનોને  મોટી સંખ્યામાં સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

(11:43 am IST)