Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

દીવથી દારૂ ભરીને આવતો પોલીસમેને અકસ્માત સર્જી ફરાર કેમ થઇ ગયો ? પોલીસ પ્રતાપગીરીને પકડતી નથી ?

હેલ્પ ઓફ રાજપૂતાના ગ્રુપ દ્વારા કોડીનાર મામલતદારને આવેદન આપી લડતની ચીમકી આપી

કોડીનાર, તા. ર૦  તાલુકાના ડોળાસા ગામે ગત તા. ૮-૬-૧૯ના રોજ દીવથી દારૂ ભરીને આવતા પોલીસ કર્મચારી પ્રતાપગીરી વશરામગીરી રહે. પેઢાવાડાએ ગાડી નં. જીજે-૧૧-એએસ-પ૪૭૮ નંબરની ગાડીમાં દારૂ ભરી ડોળાસા મુકામે ગંભીર અકસ્માત સર્જતા મનોજભાઇ બાલુભાઇ મોરીનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. જયારે ભરતભાઇ મોરી રાજકોટ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યા હોય હેલ્પ ઓફ રાજપૂતાના ગ્રુપ દ્વારા કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી આરોપી પોલીસ કર્મને તાત્કાલીક પકડી પાડવા ઉગ્ર માંગણી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જીલ્લામાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા પ્રતાપગીરી ફરાર થઇ ગયેલ હોય ત્યારે આ પોલીસ કર્મ.ને દીવ ખાતે આવેલ ચેક પોસ્ટ પરથી ગાડી તપાસ કર્યા વિના કેમ જવા દેવામાં આવી ?? તેમજ ગંભીર અકસ્માત સર્જયા બાદ આરોપી ફરાર હોય આરોપી પોલીસ કર્મ.ને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ કરી આરોપી પોલીસ કર્મ.ની આવક અને સંપતિન તપાસ કરવા અને આ આરોપી પોલીસ સ્ટાફના સંપર્કમાં રહેલ હોય તેની કોલ ડીટેઇલના આધારે તમામને ફરજ ઉપરની દૂર કરવા માંગ કરી વધુમાં આ પોલીસ કર્મ. કોના કહેવાથી આ ધંધો કરતો હતો. તમામ આરોપીઓની કોલ ડીટેઇલના આધારે પકડી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરી. આ ગંભીર ઘટના બન્યા બાદ આજદીન સુધી પોલીસ તંત્ર તેના ૪ કર્મચારી એવા આરોપીને પકડી પાડવામાં નિષ્ફળ નિવડી હોય આ અંગે પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જણાતી હોય ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી કરવા જણાવી જે અંગે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો રાજપૂત સમાજ આંદોલનનો માર્ગ અપનાવશે તેવું આવેદનપત્રના અંતમાં જણાવ્યું હતું.

(11:42 am IST)