Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ભાવનગરથી 'હર ગાંવ હમારા' કાર્યક્રમનો પ્રારંભ

ભાવનગર : એચડીએફસી બેંક દ્વારા ભાવનગર તથા આજુબાજુના ઘણા તાલુકા જેમકે તળાજા, બોટાદ, પાલીતાણા તથા ભાવનગરના ગામો જામવાળી, બોરડા, લીલીવાવ, અઘેવાડા તથા તાજપરમાં જઇને ગ્રામજનોને બેંક વિશેની અલગ અલગ બચત ખાતા, ચાલુ ખાતા, ફિકસ ડીપોઝીટ, રીકરીંગ ડિપોઝીટ તેમજ લોન બાબતે કિશાન કૃષિ વિકાસ, ગોલ્ડ લોન વગેરે જેવી લોન બાબતે માહિતગાર કર્યા હતા તેનો કઇ રીતે ઉપયોગ કરવો તેની વિગતવાર માહીતી આપી હતી અને અત્યારના જે કઇ પણ ફ્રોડ કોલ આવે છે તેની વિશે પણ માહિતગાર કર્યા હતા અને તેવા ખોટા ફોન આવે તો તેને જવાબ દેવા ટાળવા માટે પણ માહિતગાર કર્યા હતા અને એચડીએફસી બેંકનો ધ્યેય હરગાવ હમારાની બેંક દ્વારા કરવામાં આવતી એકટીવીટીથી વધુમાં વધુ ગામડા ડીઝીટલ તથા વધુમાં વધુ લોકો બેંક દ્વારા વ્યવહાર થાય. કાર્યક્રમની તસ્વીર.

(11:40 am IST)