Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ભુજઃ ધોરણ ૧૦ના છાત્રનો ગળે ફાંસો ખાઈ આપઘાત

ભુજ, તા.૨૦ નિરાશા અને હતાશા વચ્ચે જીવન ટૂંકાવી નાખવાના બનાવો સગીરવયના છાત્રો અને યુવાનોમાં વધતા જાય છે. ભુજના માધાપર ગામે ૧૫ વર્ષીય તરુણ સ્નેહગીરી હિતેષગીરી ગોસ્વામીએ પોતાના દ્યેર પંખામાં લટકીને ગળે ફાંસો ખાઈ આપદ્યાત કરી લીધો હતો. ધોરણ ૧૦ માં ભણતાં આ સગીર છાત્ર ની આત્મહત્યા કરવાના કારણ વિશે તેના પરિવારજનો પણ જાણતા નથી. ભુજ બી ડિવિઝન પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)