Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

બગસરામાં ખોટુ લગ્ન સર્ટીફીકેટ બનાવનાર તલાટી જામખંભાળીયાથી પકડાયો

બગસરા, તા., ૨૦: નટવરનગર વિસ્તારમાં રહેતા શાહરૂખ રહીમભાઇ કુરેશીએ નટવરનગરમાં રહેતી નિરાલી દિલીપભાઇ અગ્રાવત સાથે લગ્ન કરેલ હોય તેવું ખોટુ લગ્ન સર્ટીફીકેટ રજુ કર્યુ હતું જેની શંકા જતા તેના પર નિરાલીના પિતા દિલીપભાઇ અગ્રાવતે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પો.સ્ટે. ગુ.ર.ન. આઇ ૪પ/૧૯ કલમ ૪૬પ/૪૬૬/૪૭૧ નો ગુન્હો નોંધાયેલ છે.આ લગ્ન સર્ટીફીકેેટ ગઢડા ગ્રામ પંચાયતનું જણાવેલ હોય તેથી શાહરૂખની પુછપરછ કરતા તપાસમાં જામખંભાળીયામાં રહેતા મુકેશ શેખા અને ભાટીયામાં રહેતો વિક્રમસિંહ ચૌહાણનું નામ ખુલ્યું હતું. ખોટા સહી સીક્કા કરી સર્ટીફીકેટ બોગસ તલાટી તથા તેની મદદગારી કરનારને બગસરા પોલીસે જામખંભાળીયા તથા ભાટીયાથી પકડી પાડેલ છે. આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી.સરવૈયા, એચ.સી. મધુભાઇ આહીર, એએસઆઇ જગદીશભાઇ નિમાવ પો.કોન્સ. રવિદાનભાઇ ગઢવીએ ઉંડાણપુર્વક તપાસ કરીને એ.વી.સરવૈયા પીએસઆઇના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)