Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ગોંડલમાં હોન્ડા સીટી કારમાં આગ ભભુકી

ગોંડલ મોવિયા રોડ પર પસાર થઇ રહેલ સીએનજી ગેસ સંચાલિત હોન્ડાસીટી કાર GJ16AJ 222 માં અચાનક આગ ભભૂકી ઉઠતા પાલિકાના ફાયર ફાઇટર ને જાણ કરાતા ફાયર ફાઇટર આવી અને આગ બુઝાવે તે પહેલાં જ સંપૂર્ણ કાર આગની ઝપટમાં આવી જવા પામી હતી. કારમાં મુસાફરી કરી રહેલ બંને યુવાનો સમય સુચકતા પારખીને નીચે ઉતરી જતાં આબાદ બચાવ થવા પામ્યો હતો. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ આ સમયે યુવાનો હાજર જણાયા ન હતા. આ કાર કોની છે કોણ ચલાવતું હતુ અને આગની ઘટના કેમ બની તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી (તસ્વીર ભાવેશ ભોજાણી,અહેવાલ હરેશ ગણોદીયા ગોંડલ)

(11:34 am IST)