Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જામનગરમાં ભાજપ કોર્પોરેટર અતુલ ભંડેરી ઉપર ફાયરીંગ

યુવા ભાજપના ઉપપ્રમુખ હસમુખ પેઢડિયાએ રાજકીય અદાવતમાં ફાયરીંગ કર્યાની ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૦ :. જામનગર ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી ઉપર જામનગર યુવા ભાજપના ઉપપ્રમુખ હસમુખ પેઢડિયાએ ફાયરીંગ કરતા સનસનાટી મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાલે રાત્રીના ભાજપના વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય અતુલ ભંડેરી લાલપુર રોડ ઉપર કિર્તી પાન પાસે ઉભા હતા ત્યારે યુવા ભાજપના ઉપપ્રમુખ હસમુખ પેઢડિયાએ કારમાંથી ઉતરીને ફાયરીંગ કર્યુ હતું.

આ બનાવમાં ભાજપના અતુલ ભંડેરીનો બચાવ થયો છે. તેમણે 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમા રાજકીય અદાવતમાં હસમુખ પેઢડિયાએ ફાયરીંગ કર્યાની ફરીયાદ કરવા તજવીજ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૨-૧૩)

 

(3:34 pm IST)