Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મોરબી પંથકનાં હરેશ કાલરીયાની અમદાવાદમાં હત્યા

મોરબી, તા., ૨૦: મોરબી તાલુકાના ચકમપર ગામનાં શિક્ષણક્ષેત્રે કાર્યરત કડવા પટેલ યુવકની અમદાવાદમાં હત્યા થતા અરેરાટી વ્યાપી ગઇ છે.  પ્રાપ્ત માહીતી મુજબ મૂળ મોરબી તાલુકાના ચકમપર ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્કુલ ચલાવતા મોરબી યુવા કોંગ્રેસ અગ્રણી (શારદા વિદ્યાલયવાળા) જયેશભાઇ કાલરીયાના ભાઇ હરેશ શાંતિલાલ કાલરીયા (કડવા પટેલ) ની અમદાવાદ ખાતે આજે હત્યા થઇ હતી.પરીવારજનો મૃતકના મૃતદેહને લઇને હમણા અમદાવાદથી મોરબી આવવા રવાના થયા છે. હત્યાના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:19 pm IST)
  • મેંગલુરૂમાં ૨૪ કલાકમાં દે ધનાધન ૫ ઇંચ વરસાદઃ ચારેકોર પાણી-પાણી access_time 4:11 pm IST

  • કાલે ગુરુવારે પેટ્રોલમાં 11 પૈસા અને ડીઝલમાં પણ 11 પૈસાનો ઘટાડો થશે :આજે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો ન્હોતો: ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ પડશે :છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલમાં કુલ 19 પૈસા અને ડીઝલના ભાવમાં 27 પૈસાનો ઘટાડો કરાયો છે access_time 11:11 pm IST

  • જમ્મુ - કાશ્મીર : હવે ત્રાસવાદીઓની ખેર નથી : આર્મી બંધનમુકત થઇ : હવે ત્રાસવાદીઓની ખેર નથી : સેનાએ ઓપરેશન શરૂ કરી દીધું : સૈન્ય વડા બિપિન રાવતે કહ્યું છે કે, હવે આર્મીને છુટોદોર મળી ગયો છે : સેના ઉપર રાજકીય દબાણ હવે જોવા નહિ મળે : જમ્મુ - કાશ્મીર પોલીસ વડાએ પણ કહ્યું છે કે, હવે અમારૂ કામ સરળ થઇ ગયું છે : ૨૦૦ ત્રાસવાદીઓની સાથે તેઓના ૩૦૦૦ મળતીયાઓ ઉપર પણ નજર : હવે સૈન્ય ઓપરેશન વેગ પકડશે access_time 4:13 pm IST