Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમરેલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં બળવો નિષ્ફળ

અમરેલી તા. ૨૦ : અમરેલી તાલુકા પંચાયતની ચૂંટણીમા઼ં ખુદ અમરેલી તાલુકા કોંગ્રેસ સમીતીના પ્રમુખશ્રી અરવિંદભાઇ કાછડીયાએ જ પક્ષના આદેશનો ઉલાળ્યો કરી અને બળવો કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેના છ સભ્યો અને બાકીના ભાજપના સભ્યોનો ટેકો લીધો હતો.

જેમા ચૂંટણી યોજાતા  કોંગ્રેસના સતાવાર ઉમેદવારો પ્રમુખપદે નિરાભાઇ અકબરી અને ઉપપ્રમુખપદ માટે રમેશ કોટડીયા ચૂંટાયા હતા આમ અમરેલી તાલુકા પંચાયતમાં બળવો નિષ્ફળ ગયો હતો. જયારે તાત્કાલીક અસરથી અમરેલી તાલુકા કોંગ્રેસ સમીતીના નવા પ્રમુખ નિમાયા હતા. અમરેલી તાલુકા કોંગ્રેસ સમીતીના નવા પ્રમુખ તરીકે અરવિંદભાઇ કાછડિયાના સ્થાને મનીષ ભંડેરીની નિમણુક કરવામાં આવી હતી.

(1:03 pm IST)