Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમરેલી જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ રવજીભાઇ વાઘેલા

અમરેલી તા. ૨૦ : અમરેલી જિલ્લાની તમામ તાલુકા પંચાયતો કોંગેં્રેસે કબજે કર્યા પછી આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના શ્રી રવજીભાઇ વાઘેલા પ્રમુખપદે અને શ્રી હાર્દિક કાનાણી ઉપપ્રમુખપદે બિનહરીફ જાહેર થશે.        

કોંગ્રેસની બહુમતી વાળી અમરેલી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે આ ટર્મમાં મહિલાને મહત્વ નથી આપ્યું પણ આ વખતે ધારી–બગસરા વિસ્તારને પ્રાધાન્યતા અપાઇ છે.અમરેલી જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ તરીકે આજે હામાપુર બેઠક ઉપરથી જીતેલ શ્રી રવજીભાઇ વાઘેલા   અને વંડા બેઠક ઉપરથી જીતેલ શ્રી હાર્દિક કાનાણીએ ઉપપ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી છે. આજે પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટે શ્રી વાઘેલા અને શ્રી કાનાણીની બિનહરીફ જાહેર થયા છે.

(1:03 pm IST)