Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જામનગરમાં જમવા બાબતે પતિએ ઠપકો આપતા પત્નિનો આપઘાત

જામનગર, તા.૨૦:  અહીં આવાસ કોલોનીમાં બ્લોક નંબર ૧૩ રૂમ નંબર ૧પ માં રહેતા મયુર ડોલરભાઈ ભટૃ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, પોતાની પત્નિ આરતીબેનને જમવાનું બનાવવા બાબતે ઠપકો આપતા તેને લાગી આવતા પોતે પોતાના હાથે પંખામાં દુપટૃો બાંધી ગળેફાંસો ખાઈ આયખું ટુકાવ્યું છે.

નવાગામ ઘેડમાં જુગાર રમતા ચાર ઝડપાયા

અહીં સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  નવાગામ ઘેડ, જાસોલીયા સોસાયટી પાસે અલીભાઈ હુશેનભાઈ રાજાણી, બનેસંગ ભીખુભા જાડેજા, જીતુભા રામસંગજી રાઠોડ, પ્રવિણસિંહ પ્રતાપસિંહ જાડેજા, જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૬૩૮૦/– તથા ઘોડીપાસા નંગ–ર ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રીંજપર ગામે જુગાર રમતા બે ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ખોડુભા માનસંગજી જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, રીંજપર ગામે ચોરાની આગળ દુકાન પાસે માલદે દેવાયતભાઈ વસરા, વજશી વિઠ્ઠલભાઈ વસરા, રાદે ચનાભાઈ બંધીયા રે. રીંજપર ગામ, તા.લાલપુર, ને જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી નામનો જુગાર રમતા પૈસાની હારજીત કરતા મળી આવતા ગંજીપતાના પાના નંગ– પર તથા રોકડા રૂ.ર૮૮૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આ કામનો આરોપી રાદે ચનાભાઈ બંધીયા ફરાર થઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી 'સી' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદિપભાઈ ભરતભાઈ ધાંધલ એ ફરીયાદ નોંધાવી છે કે,  ગોકુલનગર સોમનાથ સોસાયટી પાસે વિક્રમસિંહ બાલુભા ચુડાસમા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૪ જેની કિંમત ૧૬૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ જતા દારૂ સપ્લાય કરનાર કરશન આહિર રે. જામનગરવાળો ફરાર થઈ ગયેલ છે.

સિકકા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વનરાજભાઈ માંડણભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ધુળીયા પ્લોટ પાસે આવેલ ગઢ પાસે બાવળની કાંટમા આસીફ યાસીનભાઈ મકવાણાએ બોટલ નંગ –૧૩પ કિમંત રૂ. ૬૭પ૦૦/–તથા એકટીવા મોટરસાયકલ કિંમત રૂ.૩૦,૦૦૦/– એમ કુલ મળી મુદામાલ રૂ.૯૭પ૦૦/– ના મુદામાલ રાખી ઝડપાઈ ગયેલ છે.

(1:01 pm IST)