Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ખંભાળીયાના નાનામાંઢા ગામે રસનો ચીચોડો રાખવા બાબતે હરીજન પરીવાર ઉપર હુમલો

રાજકોટ, તા., ૨૦: ખંભાળીયા તાલુકાના મોટા માંઢા ગામે મંગળવારે એક દલીત વૃધ્ધના ઘરે ત્રાટકી નાના માંઢા ગામના મુસ્લીમ શખ્સોએ બઘડાટી બોલાવી હતી. આરોપીઓ દ્વારા દલીત પરીવારજનોએ માર મારી તોડફોડ કર્યાની તથા જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

વિગત મુજબ નાના માંઢા ગામે રહેતી નાથાભાઇ ભીમાભાઇ બવડા નામના ૭૭ વર્ષના દલીત વૃધ્ધના પુત્રો સાથે રસનો ચીચોડો રાખવા બાબતે નાના માંઢા ગામના કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઇ હતી.

આ બોલાચાલી બાદ થયેલી મારામારીનું મનદુઃખ રાખીને ગઇકાલે મંગળવારે મોટા માંઢા ગામના હાસમ હુસેન અલારખા ખફી, નાના માંઢા ગામના ઇરફાન ગુલમામદ ખફી, ગુલમામદ અલારખા ખફી, હોમી અલારખા ખફી, જુમા અલારખા ખફી અને યાસીન હુસેન નામના છ શખ્સો ગેરકાયદેસર મંડળી રચી, લોખંડની ટી, લાકડીઓ સાથે નાથાભાઇ બગડાના પુત્રના ઘર પાસે ઘસી આવ્યા હતા.

આ સાથે આવેલા શખ્સોએ એક સંપ કરી, બિભત્સ ગાળો બોલી, તેમની જાતી પ્રત્યે અપમાનીત થાય તેવા શખ્દો બોલવા લાગ્યા હતા. આટલું જ નહી, આરોપીઓએ હથીયારો વડે ઘરના દરવાજામાં ઘા મારી, નુકશાન કરીને ઘરમાં અપ પ્રવેશ કર્યો હતો. જયાં રહેલા એક મોટર સાયકલ પર હથીયારો વડે નુકશાની પણ પહોંચાડી હતી.

હથીયારો સાથે આવેલા હાસમ હુસેન ખફીએ લોખંડની ટી વડે નાથાભાઇ બગડા ઉપર હુમલો કરતા નાથાભાઇના પત્ની બચાવવા માટે વચ્ચે પડયા હતા. જેથી આરોપી ઇરફાન ગુલમામદે લાકડાના ધોકા વડે તેણી ઉપર હુમલો કરી મુંઢ ઇજાઓ પહોચાડી હતી.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળીયા પોલીસે નાથાભાઇ ખીમભાઇ બગડાની ફરીયાદ પરથી છ શખ્સો સામે આઇપીસી કલમ ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૪પર, ૪ર૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી આર.કે.પટેલ દવારા હાથ ધરવામાં આવી છે.

(1:01 pm IST)