Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભાજપના તમામ સભ્યો ગેરહાજર રહેતા સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ઉપર કોંગ્રેસનો કબ્જો યથાવત

પ્રમુખપદે કલ્પનાબેન ઘોરીયા, ઉપપ્રમુખ કાન્તીભાઇ ટમાલીયા

વઢવાણ તા. ર૦ :.. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આજે પ્રમુખ - ઉ.પ્રમુખ માટેની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસનું સાશન જ હતુ જેમાં અગાઉ પ્રમુખપદે ચેતનભાઇ ખાચર રહેલા હતા જયારે તેમની ટર્મ પુર્ણ થતા આજે ફરીવાર કોંગ્રેસ શાસીત જિલ્લા પંચાયત રહી છે. અને જાણકાર વર્તુળો દ્વારા જણાવેલ વિગતોમાં હરીફ અને વિરોધ પક્ષ તરીકે રહેલા ભાજપના એકપણ ઉમેદવાર કે સભ્યો આ પ્રક્રિયા સમયે હાજર રહ્યા ન હતાં?

જયારે આજે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપર ફરીવાર કોંગ્રેસનું શાસન રહેલુ જાહેર થયુ છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખપદે કલ્પનાબેન ઘોરીયા કો. પ. સર્વાનુમતે નકકી કરાયા છે. જયારે ઉ.પ્રમુખપદે કાન્તાભાઇ ટમાલીયા થયા છે.

જયારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપર અગાઉના પ્રમુખ ચેતન ખાચર અને એમની ટીમ દ્વારા સત્તા પરિવર્તન થવાના સ્વપ્ના ચકના ચુરકરી અને કોંગ્રેસની સત્તા જ જાળવી રાખવામાં પાવરઘા સાબિત થયા છે. આમ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કોંગ્રેસે જાળવી રાખી છે.

(12:56 pm IST)