Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સિતાગઢના કૌટુંબિક કાકા-ભત્રીજાની ધરપકડ

ચોટીલા-સાયલા વિસ્તારની ૧૨ ચોરીની કબુલાતઃ બને કોળી શખ્સોએ ખેતીની જમીનમાં ખોટ જતા અને માતાની સારવારને ખર્ચે માટે ચોરીના હવાડે ચડયાની કબુઆત કરી

વઢવાણ, તા.૨૦: લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.પરમારને હે.કો. હરદેવસિંહ તથા વસંતભાઈ મારફતે બાતમી મળેલ કે, સાયલા તાલુકાના સિતાગઢ ગામના બે યુવકો હિતેશ કોળી અને કરશન કોળી દ્વારા તાજેતરમાં આ પંથકમાં ચોરીઓ કરવામાં આવે છે અને ચોરીનો મુદ્દામાલ તેઓના દ્યરે તથા વાડીઓમાં રાખવામાં આવેલ છે. જે મળેલ બાતમી આધારે ટેકનિકલ સેલ દ્વારા વેરીફાઈ કરવામાં આવતા, ટેકનિકલ સેલ દ્વારા પણ મળેલ બાતમીને સમર્થન મળેલ હતું. જે મળેલ બાતમી આધારે ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. પી.ડી.પરમાર, પીએસઆઇ જે.જે.ચૌહાણ, સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા, સ્ટાફના હે.કો. હરદેવસિંહ, રાયધનભાઇ, વસંતભાઈ, ફારૂકભાઈ, ઘનશ્યામભાઈ, સરદારસિંહ, સહિતના સ્ટાફની બે ટીમો સાયલા તાલુકાના સીતાગઢ ગામે છાપો મારતા, આરોપી ઓ (૧) હિતેશ દિનેશભાઈ થરેશા જાતે ચું.કોળી ઉવ. ૧૯ રહે. સિતાગઢ તા. સાયલા તથા (૨) કરસન રામજીભાઈ થરેશો ચુ.કોળી ઉવ. ૩૫ રહે. સિતાગઢ તા. સાયલા જી.સુરેન્દ્રનગર ને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. જે બનેના ઘરે તથા વાડીઓમાં તપાસ કરતા, રોકડા રૂ. ૪,૦૦૦/-, જૂના નવા મોબાઈલ ફોન નંગ ૭૦ કિંમત રૂ. ૩૫,૦૦૦/- ટેબલેટ નંગ ૧ કિંમત રૂ. ૩,૦૦૦/- તૈયાર પેન્ટ, શર્ટ, કપડાં કિંમત રૂ. ૨,૨૦,૮૫૦/- ટેબલ, ખુરશી, ફોટા, પંખા, કોમ્પ્યુટર, સહિતનો આશરે કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- નો મુદ્દામાર્લં મળી આવેલ હતો. પ્રાથમિક પૂછપરછમાં બને આરોપીઓ આ મુદ્દામાલ રાત્રિ દરમિયાન કરવામાં આવેલ ચોરીઓનો મુદ્દામાલ હોવાની કબૂલાત કરેલ હતી. ર્ંપકડાયેલા બને આરોપીઓ ખાસ કરીને બંધ કેબિનો તથા દુકાનોને ટાર્ગેટ કરી, તાળા તોડી, ચોરીઓ કરવાની મોડસ ઓપરેર્ન્ડીં ધરાવે છે.

પકડાયેલ બને આરોપીઓએ પોપટની માફક એક પછી એક ગુન્હાની કબૂલાત કરવા માંડતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલ બને આરોપીઓ કૌટુંબિક કાકા ભત્રીજા થાય છે અને એ પૈકી આરોપી હિતેશ દિનેશભાઈ થરેશા જાતે ચું.કોળી SSC સુધી ભણેલો છે. પરંતુ, સાયલા ખાતે ખેતીની જમીન વાવવા રાખેલ તેમાં ખોટ જતાં, માથે જવાબદારી આવી જતા, ખેતી કામમાં પૂરું થતું ના હોય, ચોરીના રવાડે ચડી ગયાની કબૂલાત કરેલ હતી. જયારે આરોપી કરસન થારેશા ની માતા બીમાર હોઈ, સારવાર માટે ખૂબ જ ખર્ચ થઈ જતાં, રૂપિયાની જરૂરત હોઈ, ચોરીના રવાડે ચડી ગયાની કબૂલાર્તં કરવામાં આવેલ હતી...ં

ચોટીલા અને સાયલા વિસ્તારમાં નીચે મુજબના દ્યરફોડ ચોરીઓ ના ગુન્હાઓની કબુલાત કરવામાં આવેલ છે..

૧. ચોટીલા ખાતે આજથી એક માસ પહેલા આણંદપુર રોડ ઉપર બે દુકાનના તાળા તોડી, મોબાઈલ સહિતના માલ સામાનની ચોરી કરવામાં આવેલ હતી.

૨. ચોટીલા ખાતે બજારમાં મેઈન રોડ ઉપર બે દુકાનમાં મોબાઈલ સહિતના સામાનની ચોરી કરવામાં આવેલ હતી.

૩. થાનગઢ ખાતે બજારમાં કરિયાણાના સામાન તથા કાપડની દુકાનમાં દ્યરફોડ ચોરી..ં

૪. સાયલા તાલુકાના ઇશ્વરીયા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર, ખુરશી, પંખા, ટેબલ, સહિતના સામાનની દ્યરફોડ ચોરી.

૫. સાયલા તાલુકાના સાપર ગામે ત્રણ કેબિનમાં ચોરીં

૬. વાગડીયા ગામે બે કેબિનમાં ચોરી કરેલાં ની કબુલાત કરવામાં આવેલ છે.

૭. ચોટીલા ખાતે થાનગઢ રોડ ઉપર આવેલ કેબિનમાં ટાયરોની ચોરી કરેલાં ની કબુલાત કરવામાં આવેલ છે....

આમ, પકડાયેલ બને આરોપીઓ દ્વારા કુલ ૧૨ જેટલી દુકાન તથા કેબિનમાં તથા ઇશ્વરીયા ગામે પ્રાથમિક શાળામાં દ્યરફોડ ચોરી કારેલાની કબુલાત કરવામાં આવેલ છે.

 ચોટીલા બજારમાં બનેલ મોબાઈલની દુકાનના ઘરફોડ ચોરી ના ગુન્હામાં ધરપકડ કરી, બને આરોપીઓની સદ્યન પૂછપરછ હાથ ધરી, બીજા કેટલા ગુન્હાઓના સંડોવાયેલ છે..? પકડાયેલ આરોપી ભૂતકાળમાં કોઈ ગુન્હાઓના પકડાયેલ છે કે વોન્ટેડ છે કે કેમ...? તેઓની સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ સબબ પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા તજવી જ હાથ ધરવામાં આવેલ છે.

(12:53 pm IST)