Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જમીનના પ્રશ્ને વંથલીનાં પ્રોૈઢ મુસાભાઇ ઇબ્રાહિમની હત્યા

તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરનારા શખ્સો ફરાર

જુનાગઢ તા. ૨૦: ભાડેર અને કલાણા વચ્ચે વંથલીનાં પ્રોૈઢ મુસા ઇબ્રાહિમની હત્યા થયાનું જાણવા મળેેલ છે.

આ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો એવી છે કે, જુનાગઢ જિલ્લાનાં વંથલીના મુસા ઇબ્રાહિમભાઇ (ઉ.વ. ૫૫) નામના ગામેતી પ્રોૈઢને આજે વ્હેલી સવારે લોહીલુહાણ હાલતમાં જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ જયાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું હતંુ.

પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાનો બનાવ હોવાનું જણાયું હતું.

વધુમાં જાણવા મળ્યા મુજબ ધોરાજી નજીકના ભાડેર અને કલાણા ગામ વચ્ચે જમીનનાં પ્રશ્ને મુસાભાઇ ઉપરતિક્ષ્ણ હથિયારો વડે હુમલો થયો હતો જેમાં ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ પાટણવાવ પોલીસની હદમાં હોય પોલીસે જુનાગઢ ખાતે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(11:52 am IST)