Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ધોરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખપદે કોંગ્રેસના નીમાબેન ચાવડા, ઉપપ્રમુખ પ્રકાશભાઇ નારીયા

ધોરાજી, તા. ર૦ : તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ૧૬માંથી ૧પ સીટ ઉપર સ્પષ્ટ બહુમતી મળી હતી અને પ્રમુખ તરીકે નાની પરબડીના શ્રીમતિ હંસાબેન ભુત સર્વાનુમતે મહિલા પ્રમુખ ચૂંટાઇ આવ્યા હતા. બાદ રાા વર્ષના અંતે ચૂંટણી આવતા કોણ પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે જે ચર્ચાનો દોર વ્યાપી ગયો હતો અને સેન્સમાં પણ નામની સ્પષ્ટા થયેલ નહીં. કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો સાથે સભ્યોની મીટીંગ માં આવતી કાલે યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ તરીકે હડમતીયા ગામના આહીર જ્ઞાતિના નીતાબેન રસીકભાઇ ચાવડા અને ઉપપ્રમુખ તરીકે વાળોદર ગામના પ્રકાશભાઇ નારીયાનું નામ સર્વાનુમતે નક્કી કરવામાં આવતા હવે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં સુખદ અંત આવ્યો હતો.

(11:50 am IST)