Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

પ્રેમી જીજ્ઞેશની વિકૃતિઃ મિત્રો સાથે સંબંધની ફરજ પાડીને વીડિયો ઉતારતો...

નવી પેઢીને સાવધાન કરતી ગોંડલ પંથકની ઘટનાઃ પ્રેમની આડમાં વાસનાનું અટ્ટહાસ્યઃ સ્યુસાઇડ નોટના આધારે પ્રેમી જીજ્ઞેશ ઉર્ફે સાગર મોહનભાઇ મકવાણા સહિતના સામે ફરિયાદ

ગોંડલ તા. ર૦ :.. ગોંડલ પંથકની એક સગીરાએ ગોંડલ કોલેજ ચોકમાં આવેલાં તુલસીબાગ ખાતે પ્રેમીની વિકૃતિના કારણે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે આ બનાવ અંગે સ્યુસાઇડ નોટના આધારે ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગોંડલ પંથકની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને જીજ્ઞેશ ઉર્ફે સાગર મોહનભાઇ મકવાણા ભગાડી ગયો હતો અને ત્યારબાદ તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને મિત્રોના હવાલે કરી દેતા જીજ્ઞેશ મકવાણાના મિત્રોએ પણ દુષ્કર્મ આચરતા તેનુ વિડીયો શુટીંગ કરીને બ્લેકમેઇલ કરતો હોવાની ફરીયાદ કરાઇ છે.

મૃતક સગીરા પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટની અક્ષરશઃ વિગત નીચે મુજબ છે.

હું અરજદાર એ જણાવવા માંગુ છું કે મને જીજ્ઞેશ મોહનભાઇ મકવાણા રપ એપ્રિલ ર૦૧૭ ના રોજ જીજ્ઞેશ ઉર્ફે સાગર મને ભગાડીને લઇ ગયો હતો. અને તેના મોટા બાપા અને તેની મોટાબાપાની દીકરી નીતાબેન દીલીપભાઇ બંગડા, અને જીજ્ઞેશના મોટાબાપા મનજીભાઇ જેઠાભાઇ મકવાણાના ઘરે રાખેલ હતી અને જીજ્ઞેશના પપ્પા મોહનભાઇ જેઠાભાઇ મકવાણા, એ બધાયે મને ધમકી આપીને મને જીજ્ઞેશના ફેવરમાં બધુય કોર્ટે બોલાવ્યુ અને મારો મેડીકલ ચેકઅપ કર્યો તેમાં પણ જીજ્ઞેશના પપ્પા મોહનભાઇ જેઠાભાઇ મકવાણા અને રવજીભાઇ લક્ષ્મણભાઇ મકવાણા એ ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનના કુન્દજી ને પૈસા આપીને મારો મેડીકલ રીપોર્ટ નોરમલ આવવા દીધો મને ત્રણ મહિના રાજકોટ સ્પેશ્યલ ચિલ્ડ્રન ફોમ ફોર ગર્લ્સમાં રાખી હતી.

ત્યાંથી મને મારા માતા - પિતા એ મને છોડાવી અને અમે અમારા નાનાના ઘરે દેવળા રાજીખુશીથી રહેતા હતા ત્યાં જીજ્ઞેશ મને કોન્ટેક દ્વારા ધમકી આપી કે તું અમારી ઘરે આવ  નહી તો અમે તારા માતા-પિતાને મારી નાખશું હું બીકમાં ને બીકમાં આવી ગોંડલ તાલુકા પંચાયતના ભનુભાઇ પુંજાભાઇ સોલંકીએ અમારુ સમાધાન કરાવ્યું જીજ્ઞેશ ના ઘરે મને ૨૮ જુન ૨૦૧૮ના રોજ જીજ્ઞેશના પિતા મોહનભાઇ જેઠાભાઇ મકવાણાએ મને તેના ઘરે મારી નાની ઉંમર હોવાને કારણે મને તેના ઘરે દીકરી તરીકે  સ્વીકારી છે.

અને ત્યાં જીજ્ઞેશ મને પરાણે ખરાબ ધંધા કરાવે અને જીજ્ઞેશ મને મારતો અને મારી નાની ઉંમરે મારા ઉપર રેપ કરતો જીજ્ઞેશના પિતા મને મારતા તેની મમ્મી હંસાબેન મોહનભાઇ મકવાણા મને મારતા હતા અને મને ખાવાનો આપતા અને મારતા જીજ્ઞેશ મને તેના દોસ્તાર સાથે ધમકી આપીને રેપ કરાવતો અને તેના દોસ્તાર સાથે મારા ખરાબ વિડીયો પાડતો જીજ્ઞેશ અને તેનો દોસ્તાર વિપુલ મનજીભાઇ મકવાણા સાથે મને જબરદસ્તી રેપ કરાવ્યો અને વિપુલ સાથે મને પરાણે વાતો કરાવે અને મારા અને વિપુલના ફોટા પાડતો જીજ્ઞેશે તો ફોટા પાડીને મને બ્લેકમેલ કરતો તે મને ખરાબ ધંધા કરાવતો અને પછી મને એમ કહે કે, તું ખરાબ છો તે દારૂ પીને મને મારતો અને મારી સાથે રેપ કરતો અને તેના ઘરે દીકરી તરીકે સ્વીકારેલ છે તોય તેને મને ૫ દિવસ થયાં ઘરની બહાર કાઢી મુકી છે. અને તે બધાય તાળા મારીને મને મુકીને વયા ગયા છે. મે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને મને તારીખ ૧૬-૬-૨૦૧૮ ના રોજ મે અરજી કરી જીજ્ઞેશ ખીલાફ તોય પોલીસને તેને પૈસા આપ્યા અને ગોંડલ તાલુકાના જમાદારે મારી અરજી લીધી નહી અને મે ૧૮૧ ની ગાડીમાં દવા પીધી ગોંડલના સરકારી દવાખાતે મને દાખલ કરી હતી.

મે ત્યાં પણ ફરીયાદ કરાવી તોય જીજ્ઞેશના પિતા એ ત્યાં પૈસા ભરી દીધા અને મારો કેસ સંભાળ્યો નહી, આમાં જીજ્ઞેશ મોહનભાઇ મકવાણા એ મને ઘરની બહાર કાઢયા પછી મને ૫૦૦ રૂપિયા અને ઘઉંના ટીકડા પી જાઇને મરી જવાની ધમકી આપી છે.

આમાં જીજ્ઞેશ મોહનભાઇ મકવાણા, રવજી લક્ષ્મણ મકવાણા, મનજીભાઇ જેઠાભાઇ મકવાણા, મોહન જેઠાભાઇ મકવાણા એ મને ખૂબ દારૂ પીને મારતા આમાં મારા માતા પિતા કે કુંટુંબનો કોઇ સાથ નથી મારું મરવાનું કારણ જીજ્ઞેશનું કુટુંબ છે. માટે મારા માતા-પિતા કે કુટુંબ સાથે જયારથી જીજ્ઞેશના ઘરે સોૈપી દીધી ત્યારથી મારા કુટુંબ સાથે મારે કોઇ સંબંધ નથી મને ન્યાય મળવો જોઇએ તેમ અંતમાં પિડીતાએ લખ્યું છે.

(11:44 am IST)