Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

હરીઓમ... યોગ ગુરૂમા દમુબેન ઠક્કરનું ૮૨ વર્ષની વયે દુઃખદ નિધન

અંતિમ સંદેશો હતો, 'યોગ કરો તમારા જીવન સાથે યોગને જોડો, હંમેશા નિરોગી રહેશો' : આપકા મેડીકલ બીલ આયેગા ઝીરો ઔર આપ બનોગે સ્વસ્થ કા હિરો

રાજકોટઃ યોગના ફીલ્ડમાં અને એરેબીક એકસરસાઈઝમાં જેમની કર્મભૂમિ મહારાષ્ટ્ર, મુંબઈ છે અને જન્મભૂમિ ગુજરાત, જામખંભાળીયા અને શિષ્ય સમુદાય દેશ- વિદેશમાં છે. તેવા યોગ ગુરૂમાં દમુબેન ઠક્કરનું નિધન થયું છે.

ઘણાખરા રોગ, વ્યાધિનો ઈલાજ યોગ, આસન, પ્રાણાયમથી કરતા હતા. કેન્સર વિષે તેમની ગજબનાક વિચારધારા અને પકકડ હતી. ઓમકાર આસનના સૌ પ્રથમ પ્રણેતા હતા. પોતે મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલો અને સ્ટેટ ગવર્નમેન્ટ મહારાષ્ટ્રના રેશનીંગ ઓફિસર હતા.

ડો.મદુલાલ નિર્મલ યોગગુરૂ ગોલ્ડ મેડલના ગુરૂણીમા હતા. યોગની પાપા- પગલી ગુરૂમા પાસેથી શીખેલા અને તેમના જ આર્શીવાદ અને માર્ગદર્શનથી યોગમાં આટલી ઉંચાઈ પ્રાપ્ત કરી શકયા છે. પોતે ઈચ્વા મૃત્યુને વરેલા હતા અને જીવનમાં સિધ્ધવાણીના ઉપાસક હતા. રવિવારે પોતે ભવિષ્ય ભાખેલુ કે બે દિવસમાં વિદાય લેશે અને ખરેખર એમજ થયુ મંગળવારે બપોરે ૧:૩૦ વાગે અમૃત ચોઘડીયામાં મુંબઈ મુકામે ૮૨ વર્ષની વયે શિષ્યસમુદાય અને સ્વજનોની હાજરીમાં જ ઓમકારનું રટણ કરતા કરતા શાંતમુદ્રામાં સ્વધામ પહોંચી ગયા. ત્યારે વાતાવરણમાં સુગંધ પ્રસરી ગઈ.

પોતાના આખરી સંદેશામાં કહેલુ યોગ કરો તમારા જીવનસાથે યોગને જોડો, હંમેશા નિરોગી રહેશો. ''આપકા મેડીકલ બીલ આયેગા ઝીરો ઔર આપ બનોગે સ્વાસ્થ કા હીરો''

આ અંગે વધુ વિગતો માટે નવજીવન યોગ આશ્રમ, ગોંડલ મો.૯૪૦૯૩ ૮૦૫૯૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

(11:43 am IST)